________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૦૯
કરવી, પછી ગુરુને નમસ્કાર કરી પૂછવું કે હે ભદન્ત, હું સ્વાધ્યાય કરું? કે વૈયાવૃત્ય ? (સેવા શુશ્રુષા), પછી ગુરુ જે આજ્ઞા આપે તેનું ગ્લાનિરહિત થઈ પાલન કરવું.
દિવસનો બીજો પ્રહર - આ પ્રહરમાં સાધુએ ચિત્તને એકાગ્ર કરી ધ્યાન કરવું આ ધ્યાનનું વર્ણન આગળ “તપશ્ચર્યાની ચર્ચા વખતે કરવામાં આવશે.
દિવસનો ત્રીજો પ્રહર – આમાં સાધુએ ભોજન-પાન (આહાર) માટેની ગવેષણાર્થે ગૃહસ્થોને ઘરે જવું જોઈએ અને ગૃહસ્થના ઘરેથી પ્રાપ્ત થયેલ આહારનો ઉપયોગ કરવો જોઈએ. ભિક્ષાર્થે જતી વખતે પોતાનાં પાત્રોની ફરીથી પ્રતિલેખના કરી લેવી જોઈએ તથા ભિક્ષા માટે પરમાદ્ધ-યોજન પ્રમાણ (બે કોશ-અડધો યોજન) ક્ષેત્ર સુધી જ જવું જોઈએ.
દિવસનો ચોથો પ્રહર - આ પ્રહરમાં સાધુએ પુન: સ્વાધ્યાય કરવો. જ્યારે આ પ્રહરનો ચતુર્થાશ બાકી રહે (લગભગ ૪૫ મિનિટ) ત્યારે ગુરુની વંદના કરવી પછી શયા અને “ઉચ્ચારભૂમિ' (મલ-મૂત્રાદિ ત્યાગવાનું સ્થાન)ની પ્રતિલેખના કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં લાગેલ દિવસ સંબંધી અતિચારો (દોષો)નું ચિંતન કરી ગુરુ વંદના, કાયોત્સર્ગ, સ્તુતિમંગલ (ચતુર્વિશતિસ્તવ), પ્રતિક્રમણ વગેરે આવશ્યકો કરવાં. ગુરુ વંદના પ્રાયઃ પ્રત્યેક આવશ્યક ક્રિયા પછી કરવી પડે છે.
રાત્રિનો પ્રથમ પ્રહર – આ વખતે સાધુએ પુન: સ્વાધ્યાય કરવો. રાત્રિનો બીજો પ્રહર- દિવસના બીજા પ્રહરની જેમ આ સમયે પણ સાધુએ ધ્યાન કરવું.
રાત્રિનો ત્રીજો પ્રહર - આ સમયે નિદ્રાનો ત્યાગ કરવો. અર્થાત આ પ્રહરમાં નિદ્રા લીધા બાદ પ્રહરના અંતે જાગી જવું. જો કે ગ્રંથમાં સાક્ષાત્ નિદ્રા લેવાનું કથન કરવામાં આવ્યું નથી પરંતુ નિદ્રાનો ત્યાગ નિદ્રા વિના સંભવે
१. वेयावच्चे निउत्तेण कायव्वं अगिलायओ।
सज्झाए वा निउत्तेण सव्वदुक्खवियोक्खणे ॥
–૩. ર૬. ૧૦.
તથા જુઓ ઉ. ર૬. ૮-૯, ૧૨, ૨૧-રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org