________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૨૫
ધર્મદ્રવ્ય, સ્થિતિમાં સહાયક અધર્મદ્રવ્ય અને આધારમાં સહાયક આકાશ એવા ત્રણ દ્રવ્યોની કલ્પના કરવામાં આવી. આમ, ઈશ્વર તત્ત્વને નિયજ્ઞા ન માનવાને કારણે ત્રણ દ્રવ્યોની કલ્પના કરવાથી દ્રવ્યોની કુલ સંખ્યા પાંચની થઈ. આ દૃશ્યમાન પરિવર્તન પણ સત્ય છે. તેથી આ પરિવર્તન માટે કારણભૂત કાલદ્રવ્યની પણ કલ્પના કરવી પડી અને તે રીતે દ્રવ્યોની કુલ સંખ્યા છની થઈ ગઈ. ચેતન જીવ-દ્રવ્ય સિવાય બાકીના બધાં અચેતન હોવાથી તેના બે ભાગ પાડવામાં આવ્યા. જો કે આ પાંચ પ્રકારનાં અચેતન દ્રવ્ય કોઈ એક દ્રવ્યમાંથી ઉદ્દભવેલા નથી તેથી તેની સંખ્યા બેની માનવા છતાં મુખ્યત્વે છની માનવામાં આવી. જો એમ ન માનવામાં આવે તો અસ્તિકાય-અનાસ્તિકાય, એકત્વ વિશિષ્ટબહુત્વ વિશિષ્ટ, લોકપ્રમાણ-લોકાલોક પ્રમાણ જેવા કેતાત્મક પ્રકારો સંભવતા હોવાથી ચેતન-જીવદ્રવ્ય ધર્માદિ દ્રવ્યોની કોટિમાં આવી જાય. તેથી અચેતનથી પૃથક્ ચેતન દ્રવ્યની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવા માટે અચેતનથી પૃથક્ એવા ચેતન-દ્રવ્યને માનવામાં આવેલ છે. આ દૃશ્યમાન સંસાર ભ્રમરૂપ નથી પણ જેટલો તે દેખાય છે તેટલો જ સત્ય છે. તેથી ચેતનની સાથે અચેતન દ્રવ્યને પણ સ્વીકારવામાં આવેલ છે. આ ઉપરાંત, વૈશેષિકો દ્વારા પાડવામાં આવેલ વાયુ, દિશા આદિ દ્રવ્યોને ઉપર્યુક્ત છ દ્રવ્યોમાં સમાવી લેવામાં આવેલ છે. ગ્રન્થમાં જો કે સિદ્ધ જીવોને ઈશ્વર સ્થાનાપન્ન માનવામાં આવેલ છે પરંતુ, તેઓ સૃષ્ટિના કર્તા નથી કારણ કે વીતરાગી હોવાથી તેમને સંસારનું કોઈ પ્રયોજન નથી. તેઓ માત્ર પોતાના સ્વ-સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવા આત્માઓ છે. જો સૃષ્ટિ કર્તા ઈશ્વર છે એમ માનવામાં આવ્યું હોત તો ચેતન, અચેતન ઈશ્વર એમ ત્રણ નૃત્યોની જ સત્તા રહેત અને પછી, ચેતન અને અચેતનને એ ઈશ્વરનાં જ બે રૂપો માની લેવાથી શંકરાચાર્યના બ્રહ્માદ્વૈતની જેમ એક ઈશ્વર-દ્રવ્ય જ બાકી રહેત. પરંતુ, એવું અભીષ્ટ ન હોવાથી અને યથાર્થવાદનું ચિત્રણ કરવાને કારણે દ્રવ્યોની સત્તા માનવામાં આવી છે. એમાં જીવ દ્રવ્ય મુખ્ય છે કારણ કે તેના પૂર્ણ સ્વાતંત્ર્યને સિદ્ધ કરવા માટે જ તેને પોતાની ઉન્નતિ અને પતનનો કર્તા તથા ભોક્તા ગાવામાં આવેલ છે. તેથી જીવને પોતાના પુરુષાર્થ દ્વારા ભગવાન બનવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત થયેલું છે. એવું સ્વીકારવામાં નથી આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org