________________
૧૨૪
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના દ્રવ્ય નથી. તેથી લોકને લોકાકાશ અને અલોકને અલોકાકાશ પણ કહેવામાં આવેલ છે. વિચારણીય વિષય લોકના જ છે કારણ કે લોકમાં જ સૃષ્ટિ જોવા મળે છે. લોકના ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એવા ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. ઊર્ધ્વલોકમાં મુખ્યત્વે ઉચ્ચ શ્રેણિના દેવતાઓ નિવાસ કરે છે. અધોલોકમાં મુખ્યત્વે નારકીઓ તથા નિમ્ન શ્રેણિના દેવતાઓ નિવાસ કરે છે. મધ્યલોકમાં મુખ્યત્વે મનુષ્યો અને તિર્યંચો નિવાસ કરે છે. આ સિવાય, લોકના સહુથી ઉપરના ભાગમાં મુક્તાત્માઓનો નિવાસ માનવામાં આવ્યો છે. આ ત્રણે લોકની સરખામણીમાં મધ્યલોકની સીમા બહુ જ અલ્પ હોવા છતાં ઘણી વિશાળ છે. વળી, મધ્યલોકના ઘણા નાના ભાગમાં મનુષ્ય-ક્ષેત્રની રચના થયેલી છે અને તે એક જ પ્રકારની છે તથા અઢી દ્વીપોમાં દર્શાવવામાં આવી છે. આમ, આ લોક એક સુનિયોજિત શ્રૃંખલાથી બંધાયેલ છે અને તેના સંબંધમાં કિંઈ વિશેષ કહી શકાતું નથી કારણ કે આપણી મર્યાદા મનુષ્યક્ષેત્રના ખૂબ જ ઓછા ક્ષેત્ર સુધી નક્કી થયેલી છે. તેથી આપણે આ લોક અને લોકાલોકની સીમા બાબત માત્ર કલ્પના કરી શકીએ છીએ.
૨. લોકની રચનાના મૂળમાં જે છ દ્રવ્યોને સ્વીકારવામાં આવ્યા છે તેની સંખ્યા છ જ કેમ છે? સાત કે આઠ, એક કે બે કેમ નથી? એનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. જો કે ગ્રંથમાં વ્યક્ત થયેલ તથ્થો અનુસાર એમ પણ કહી શકાય કે દ્રવ્યોની સંખ્યા બેની છે: ચેતન અને અચેતન. ચેતન અને અચેતન આ બે દ્રવ્યોની કલ્પના કરવાથી સૃષ્ટિની વ્યાખ્યા સ્પષ્ટ થતી ન હતી કારણ કે તેના નિયામક એવા કોઈ ઈશ્વર-વિશેષને માનવામાં આવેલ નથી. સામાન્ય રીતે અન્ય દર્શનોમાં સૃષ્ટિના નિયામક એવા એક ઈશ્વર-દ્રવ્યની કલ્પના કરવામાં આવે છે પણ “ઉત્તરાધ્યયન'માં ઈશ્વરને નિયંતા માનવામાં આવેલ નથી કારણ કે જો ઈશ્વર સર્વશક્તિસંપન્ન અને દયાળુ હોય તો તે જીવોને કષ્ટ દેવા માટે સુષ્ટિ જ શા માટે નિર્મ? આ ઉપરાંત એવું માનવાથી ઈશ્વરનો દરજ્જો ઘણો નીચો ઊતરી જાય છે અને વ્યક્તિનું સ્વાતંત્ર્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે, ઈશ્વર તત્ત્વને ન સ્વીકારીને ગતિમાં સહાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org