________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
અવશ્ય જોવા મળે છે. કારણ કે દ્રવ્યના સામાન્ય લક્ષાના અભાવમાં તેમાં દ્રવ્યતા જ રહી ન શકે. આ માટે તત્ત્વાર્થ સૂત્રકારે સત્ત્ને દ્રવ્યનું લક્ષણ સ્વીકારી તેને ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા રૂપ માનેલ છે'. જે દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશરૂપ પરિણામ સ્પષ્ટ દેખાતાં નથી તેમાં પણ સમાનાકારરૂપ પરિણામ જૈન દર્શનને સ્વીકાર્ય છે?. જો દ્રવ્યને એકાન્તતઃ નિત્ય કે અનિત્ય માનવામાં આવશે તો પ્રત્યક્ષ દૃશ્યમાન વસ્તુવ્યવસ્થાની સંગતિ બેસશે નહીં કારણ કે આપણે જોઈએ છીએ કે પ્રત્યેક વસ્તુમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે પણ તેનો સર્વથા અભાવ થતો નથી પણ એક અવસ્થા (પર્યાય)માંથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપે હમેશ ટકી રહે છે. માત્ર તેની પર્યાયોમાં જ પરિવર્તન થાય છે. આજનું વિજ્ઞાન પણા આ તથ્યને સ્વીકારે છે. આ રીતે દ્રવ્યના લક્ષણમાં એકાન્તવાદીઓના મતનો સમન્વય કરવામાં આવ્યો
છે.
અનુશીલન
આ પ્રકરણમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે ઃ ૧. વિશ્વની ભૌગોલિક રચના કેવા પ્રકારની છે? ૨. વિશ્વની રચનામાં કેટલાં મૂળ દ્રવ્યો કાર્ય કરે છે? તથા ૩. દ્રવ્યનું સ્વરૂપ શું છે ?
૧. વિશ્વની રચના સંબંધી વર્ણન તપાસતાં પ્રતીત થાય છે કે આ વિશ્વ અસીમ હોવા છતાં, જેટલા ભાગમાં જીવાદિ છ દ્રવ્યોની સત્તા અસ્તિત્વ ધરાવે છે તેટલા ભાગની એક સીમા છે અને તેનું ઉલ્લંધન આકાશ સિવાય કોઈ પણ દ્રવ્ય કરી શકતું નથી. આ દૃષ્ટિએ આ વિશ્વને મુખ્યત્વે બે ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છેઃ લોક અને અલોક, લોક એવો ભાગ છે જ્યાં જીવાદિ દ્રવ્યોની સત્તા છે અને અલોક એવો પ્રદેશ છે જ્યાં આકાશ સિવાય અન્ય કોઈ
૧ જુઓ - પૃ. ૧૧૮, પા. ટિ. ૨. २ तद्भावः परिणामः ।
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
—ત. સૂ. ૬. ૪૨.
www.jainelibrary.org