________________
૧રર
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
છે તેથી પર્યાયના લક્ષણમાં પર્યાયને ગુણ અને દ્રવ્યની જ આશ્રિત દર્શાવેલ છે. ગુણ અને દ્રવ્યમાં જે અનેક પ્રકારનાં પરિવર્તનો દેખાય છે તે સર્વ પર્યાયોનાં જ પરિવર્તનો છે. તેથી પ્રસ્થમાં એકત્વ, પૃથકત્વ, સંખ્યા, આકાર (સંસ્થાન), સંયોગ અને વિયોગ આ સહુને પર્યાયરૂપ માનેલ છે. ઘર વગેરેમાં જે ભેદવ્યવહાર થાય છે તે પર્યાયને લીધે જ થાય છે. પર્યાયોની પણ પેટાપર્યાયો સ્વીકારવાને લીધે પર્યાયો સર્વથા અનિત્ય નથી. વાસ્તવમાં પર્યાયો દ્રવ્યની ઉપાધિ છે અને દ્રવ્ય ઉપાધિમાન છે. તેથી બંનેમાં ભેદ હોવા છતાં પણ કંઈક અભેદ પણ છે.
આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં સ્વરૂપ અરસપરસ એટલાં હળીમળી ગયાં છે કે તેને સહેલાઈથી સમજી શકાય તેમ નથી, તેને અરસપરસમાં સંમિલિત રૂપે દર્શાવવાનો હેતુ એ છે કે એકાન્ત રૂપે તેમને ભિન્ન કે અભિન્ન ન માનવામાં આવે. કારણ કે દ્રવ્ય, ગુણ અને પર્યાયો અંદરોઅંદર કોઈ રીતે ભિન્ન અને કોઈ રીતે અભિન્ન છે. ઉપર જે જીવાદિ છ દ્રવ્યો ગણાવવામાં આવ્યાં તે સર્વમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા રૂપ એવું દ્રવ્યનું સામાન્ય લક્ષણ
१ एगत्तं च पुहत्तं संखा संठाणमेव य । संजोगा य विभागा य पज्जवाणं तु लक्खणं ॥
–૩. ૨૮, . २ पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णस्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ।।
–પંચાતય, ગાથા ૨. ૩ દ્રવ્ય, ગુણ અને પર્યાયોની કંઈક ભિન્નભિન્નતા આપણો એક ઉદાહરણાથી
સ્પષ્ટ કરી શકીએ છીએ. જેમ કે – તંતને આપણે એક તંદુત્વ અને વસ્ત્રથી સર્વથા ભિન્ન પણ ન કહી શકીએ અને સર્વથા અભિન્ન પણ ન કહી શકીએ કારણ કે તંતુરૂપી દ્રવ્ય પોતાના તંતુત્વરૂપી ગુણ સાથે તથા વસ્ત્રરૂપી પર્યાય સાથે કંઈક અંશે ભિન્ન અને કંઈક અંશે અભિન્ન છે. જો તેને સર્વથા ભિન્ન માનવામાં આવે તો તંતુ ન રહે તો પણ તંદુત્વ અને વસ્ત્ર રહેવા જોઈએ. જો સર્વથી અભિન્ન માનવામાં આવે તો વસ્ત્રનું કાર્ય તંતુથી જ થઈ જવું જોઈએ. પણ એવું જોવા મળતું નથી કારણ કે પરસ્પર ભિન્ન હોવા છતાં તે કોઈક રીતે અભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org