________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કે એક પણ મુક્ત-જીવ પુરુષાર્થ વગર નિત્ય મુક્ત થાય. જો કે અનાદિકાળથી મુક્ત જીવોનું અસ્તિત્વ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ પુરુષાર્થ કર્યા વગર મુક્ત થયેલા છે. તેથી પ્રત્યેક જીવમાં પરમાત્મા બનવાની શક્તિ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. આ ઉપરાંત જીવોની સંખ્યા અનંત છે એમ માનવામાં આવ્યું છે. ચૈતન્યના વિકાસને આધારે કરવામાં આવેલ જીવોનું વિભાજન પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ વિભાજન, ઘણા અંશોમાં પાશ્ચાત્ય દર્શનના લીબ્નીઝના ‘જીવાણુવાદ’ અને બર્ગસાંના ‘રચનાત્મક વિકાસવાદ' સાથે મળતું આવે છે. ‘ઉત્તરાધ્યયન’માં કેટલીક એવી વનસ્પતિએઓનો ઉલ્લેખ છે જેમાં એક સાથે અનેક જીવો રહેતા હોય એવું સ્વીકારવામાં આવ્યું છે. એવા જીવોનું શરીર એક જ હોય છે અને બધાની ક્રિયાઓ એક સાથે થતી હોય છે. આ ઉપરાંત, જે સૂક્ષ્મ જીવો હોય છે તે કોઈ અવરોધથી રોકાતા નથી અને સર્વલોકમાં વ્યાપ્ત થયેલા જીવો ઉપરાંત જે પાંચ પ્રકારના અજીવો દર્શાવવામાં આવ્યા છે તેમાં પુદ્ગલનું વર્ણન ખૂબ મહત્ત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક પણ છે. ‘શબ્દ’ને પુદ્ગલના પર્યાય તરીકે સ્વીકારવાથી તથા ‘વાયુ’ વગેરેને રૂપાદિ ગુણોવાળા માનવાથી પુદ્ગલ-વિષયક દૃષ્ટિકોણ કેટલો સૂક્ષ્મ છે તે જાણી શકાય છે.
૩. યથાર્થવાદનું ચિત્રણ હોવાથી દ્રવ્યનું સ્વરૂપ પણ એકાન્તિક રીતે નિત્ય કે અનિત્ય સ્વીકારાયું નથી પણ અનિત્યતાથી અનુસૂત નિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એવું અનુભવાય પણ છે કે દ્રવ્યમાં પ્રતિક્ષણે કંઈ ને કંઈ પરિવર્તન અવશ્ય થઈ રહ્યું છે અને આવું પરિવર્તન થતું હોવા છતાં, તેમાં કેટલાંક એવાં તથ્યો હાજર છે જેને કારણે આપણે કહી શકીએ છીએ કે આ એજ વસ્તુ છે જેને આપણે કાલે જોઈ હતી. માટે, આવું પરિવર્તન થતું હોવા છતાં, દ્રવ્યનો ક્યારેય પણ સર્વથા અભાવ થતો નથી કારણ કે તે કોઈ ને કોઈ રૂપે રહે તો છે જ. પરિવર્તન દ્રવ્યના કોઈ પર્યાય-વિશેષને કારણે થાય છે પણ ખુદ દ્રવ્યનું થતું નથી. તેથી દ્રવ્યનું સ્વરૂપ એવું જ માનવામાં આવ્યું છે જેથી બંને (નિત્યાનિત્ય) દૃષ્ટિકોણોનો સમન્વય થઈ શકે.
૧૨૬
૧ ભા. દ. રા., પૃ. ૩૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org