________________
૨૧૫
વિનીત (ઉત્તમ) વિદ્યાર્થીના ગુણ : ગ્રંથમાં ઉત્તમ વિદ્યાર્થીને વિનીત કહેવામાં આવેલ છે અને વિનીત વિદ્યાર્થીમાં નીચે મુજબના પંદ૨ ગુણો આવશ્યક માનવામાં આવેલ છે.
૧. દરેક રીતે નમ્ર ૨. ચંચળતા રહિત ૩. છલ-કપટ રહિત ૪. કૌતુક રહિત ૫. અલ્પભાષી ૬. અતિક્રોધને અધિક સમય ન ધરાવનાર ૭. મિત્રતાનો વ્યવહાર કરનાર ૮. જ્ઞાન પ્રાપ્ત કરી અભિમાન ન કરનાર ૯. બીજાની ખામીઓ જાહેર ન કરનાર ૧૦. મિત્રો પર ક્રોધ ન કરનાર ૧૧. શત્રુ પ્રત્યે પરોક્ષમાં પણ કલ્યાણની ભાવના રાખનાર ૧૨. કલહ, હિંસા ન કરનાર ૧૩. જ્ઞાનની બાબતમાં જાગ્રત રહેનાર ૧૪. લજ્જાશીલ ૧૫, સહનશીલ રહેનાર.
આ પંદ૨ ગુણોની જેમ, ગ્રંથમાં ગુરુ પ્રત્યે શિષ્યનાં કેટલાક બીજાં કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. તેને લીધે ઉત્તમ કે વિનીત વિદ્યાર્થીના ગુણો ઉપર પ્રકાશ પડે છે. તે કર્તવ્યો આ પ્રમાણે છે :
રત્નત્રય
૧. પૂછયા સિવાય વ્યર્થ ન બોલવું (અલ્પભાષી), ૨. સત્ય બોલવું (ક્રોધાદિથી વશ થઈ કંઈ છુપાવવું નહીં), ૩. ગુરુનાં પ્રિય અને અપ્રિય વચનોને કલ્યાણકારી સમજીને તેને શાંતિથી સાંભળવાં અને કોઈ રીતે પણ એમને ક્રોધિત ન કરતાં, ક્ષમા-યાચના કરવીă, ૪. ગુરુના દોષો ન તપાસવા, ૫. ગુરુની આજ્ઞાનું
१. अह पन्नरसहिं ठाणेहिं सुविणीए ति वच्चई । नीयावत्ती अचवले अमाइ अकुऊहले ॥
૩. ૧૧, ૧૧-૧૩.
તથા જુઓ २ नापुट्ठो वागरे किंचि पुट्ठो व नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं ।
તથા જુઓ — ઉ. ૧. ૯. ૧૧. ૩૯-૪૦, ૩ એજન
૪ એજન
५ बुद्धोरघाई न सिया न सिया तोत्तगवेसए ।
Jain Education International
For Private & Personal Use Only
—૩. ૧૧. ૧૦.
-૩. ૧. ૧૪.
૧૩. ૧. ૪૦.
www.jainelibrary.org