________________
રત્નત્રય
૨૦૩
અંગ અને અંગબાહ્ય આગમ-ગ્રંથોના અધ્યયની જરૂર પડતી નથી પરંતુ, પાણીમાં નાખવામાં આવેલ બીજરૂપ તેલના એક ટીપાંની જેમ થોડાક પદાર્થજ્ઞાનથી તે ઉત્પન્ન થઈ સર્વત્ર ફેલાય જાય છે.
૬. અભિગમરુચિ : અંગ અને અંગબાહ્ય સૂત્ર-ગ્રંથોના અર્થજ્ઞાનથી ઉત્પન્ન થનાર સમ્યગ્દર્શન. સૂત્રરુચિ સમ્યગ્દર્શનમાં અર્થજ્ઞાન અપેક્ષિત નથી જ્યારે અભિગમરુચિમાં સૂત્ર-ગ્રંથોનું અર્થજ્ઞાન પણ અપેક્ષિત છે. એટલો આ બન્નેમાં તફાવત છે.
૭. વિસ્તારરુચિ ? જ્ઞાનના બધા સ્ત્રોતો દ્વારા જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં ઉત્પન્ન થનારું સમ્યગ્દર્શન. આમ, આ વિસ્તાર સાથે જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં તે ઉત્પન્ન થાય છે. તેથી અભિગમરુચિ કરતાં આ અધિક વિલંબ પછી પ્રાપ્ત થાય છે. એટલો બન્નેમાં ફેર છે.
૮. ક્રિયારૂચિ : રત્નત્રય સંબંધી ધાર્મિક ક્રિયાઓ કરતા રહેવાથી જે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તેને ક્રિયારુચિ' કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક, એવું બને છે કે વ્યક્તિ પરંપરાને કારણે અથવા કોઈ અન્ય નિમિતે ધાર્મિક-ક્રિયાઓ કરતી રહે છે પરંતુ તેની શ્રદ્ધા દઢ થતી નથી. ધીરે ધીરે એ ક્રિયાઓ કરતાં
१ सो होइ अभिगमरुई सुयनामं जेण अत्यओ दिटुं । एक्कारस अंगाई पइण्णगं दिट्ठिवाओ य ।।
–૩. ૨૮, ૨૩. ૧ જ્ઞાનના મુખ્ય બે સ્ત્રોત છે : પ્રમાણ અને નય. વસ્તુના સલદેશ જે પોતાનો વિષય બનાવે છે તે પ્રમાણ” અને એકદેશને વિષમ બનાવે તે
નય' કહેવાય છે. જુઓ ત. સૂ. ૧.૬. उ दव्वाण सव्वभाणा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं वित्थाररुइ ति नायव्यो ।।
–૩. ૨૮. ર૪. ४ दंसणनाणचरित्ते तवविणए सच्चसमिइगुत्तीसु । जो किरियाभावरुई सो खलु किरियाई नाम ।।
–૩. ૨૮. ર૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org