________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કરતાં એક દિવસ તેને દઢ-શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે માટે ધાર્મિકક્રિયાઓ કરતા રહેવાથી તેની ઉત્પત્તિ થતી હોવાથી તેને ‘ક્રિયારુચિ' કહેવામાં આવેલ છે.
૨૦૪
૯. સંક્ષેપરુચિ : અનેક પ્રકારના મતમતાંતરોમાં ન પડીને જૈન પ્રવચનમા શ્રદ્ધા કરવી એ સંક્ષેપરુચિ કહેવાય'. બીજચિમાં સંક્ષેપમાંથી વિસ્તાર પ્રત્યે પ્રવૃત્તિ થાય છે અને સંક્ષેપરુચિમાં વિસ્તાર થતો નથી કારણ કે સંક્ષેપરુચિવાળી વ્યક્તિ અનેક પ્રકારના મતમતાંતરોમાં પડતી નથી તેમ જ તે જિનપ્રવચનમાં પાંડિત્ય પણ મેળવતી નથી જ્યારે બીજરુચિવાળી વ્યક્તિ શીઘ્ર પાંડિત્યને મેળવે છે એટલો આ બન્નેમાં તફાવત છે.
૧૦. ધર્મરુચિ : જિન-પ્રણીત ધર્મમાં શ્રદ્ધા રાખવી એટલે ધર્મરુચિ તેની ઉત્પત્તિ ધાર્મિક વિશ્વાસને કારણે થાય છે`. ક્રિયારુચિમાં ધાર્મિક-ક્રિયાઓનું પ્રાધાન્ય હોય છે અને ધર્મરુચિમાં ધાર્મિક-ભાવનાનું પ્રાધાન્ય હોય છે. એટલો આ બંન્નેમાં તફાવત છે.
ઉપર જણાવેલ ૧૦ પ્રકારના સમ્યક્ત્વના ભેદો તપાસતાં જાણાવા મળે છે કે બધા ભેદો ઉત્પત્તિની નિમિત્ત કારાતાને આધારે કરવામાં આવેલા છે. તેની સાથે જે ‘ચિ’ શબ્દ જોડવામાં આવ્યો છે તે શ્રદ્ધાપરક છે કારણ કે સમ્યગ્દર્શનના જે આ દસ ભેદો પાડવામાં આવ્યા છે તે એમ દર્શાવે છે કે નિસર્ગાદિની વિશેષતાવાળા જીવાદિ તથ્યોમાં રુચિરૂપ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.
સ્થાનાંગ અને પ્રજ્ઞાપના એ બે સૂત્રગ્રંથોમાં પણ સમ્યગ્દર્શનના આ દસ ભેદોનો આ જ રીતે ઉલ્લેખ છે પરંતુ ત્યાં સામાન્ય સમ્યગ્દર્શનના આ ભેદો
१ अणभिग्गाहियकुदिट्ठी संखेवरुइ ति होइ नायव्वो । अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ।
२. जो अस्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तघम्मं च । सद्दes जिणाभिहियं सो घम्मरुइ त्ति नायव्वो ।
જુઓ
-
પૃ. ૨૦૧. પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૨૮. ૨૬.
૩. ૨૮. ૨૭.
www.jainelibrary.org