________________
૪૧૦
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
કરવામાં આવે છે. સંયમ-વ્યાપારૂપી શાંતિપાઠને વાંચવામાં આવે છે. બ્રહ્મચર્યરૂપી શાંતિ-તીર્થમાં સ્નાન કરવામાં આવે છે. સંયમનું પાલન કરવું એજ ગૌદાન છે. આમ આ યજ્ઞને સંપન્ન કર્યા બાદ અધ્યાત્મ જલાશયમાં સ્નાન કરવાથી કર્મફળ ધોવાઈ જાય છે અને આત્મા નિર્મળ થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો જ યજ્ઞ ઋષિઓ દ્વારા પ્રશસ્ત અને ઉપાદેય છે.
વિવાહ-પ્રથા : વિવાહ સ્ત્રી અને પુરુષના મધુર મિલનને એક સૂત્રમાં બાંધનાર સામાજિક પ્રથા છે. “ઉત્તરાધ્યયન'માં વિવાહ-સંબંધી જે જાણકારી મળે છે તેનો નિષ્કર્ષ નીચે મુજબ છે :
૧ સાધારણ રીતે વર અને કન્યા - બંને પક્ષોના માતાપિતા કે એમનાં અગ્ર જ સંબંધીઓ પહેલાં વિવાહ-સંબંધ નક્કી કરતાં, તે પછી, વિધિપૂર્વક લગ્નની ક્રિયા થતી. ભગવાન અરિષ્ટનેમી યુવાન થાય છે (વિવાહ-યોગ્ય થાય છે)
ત્યારે તેમના અગ્ર જ કેશવ (શ્રી કૃષ્ણ) વિવાહ-સંબંધ માટે ઉગ્રસેનની પુત્રી રાજીમતીની યાચના કરે છે. ત્યારે ઉગ્રસેન કહે છે કે કુમાર અહીં આવે અને વધૂનું ગ્રહણ કરે ત્યારબાદ વરવધૂને બધી રીતે અલંકૃત કરવામાં આવે છે. વર પોતાના રાજસ્વી વૈભવ સાથે શ્રેષ્ઠ ગંધગજ ઉપર સવાર થઈ ચતુરંગિણી સેના અને વાજિંત્રોના અવાજ વચ્ચે સપરિવાર નગરમાંથી પ્રસ્થાન કરે છે.
રક્યારેક એમ પણ બનતું કે વિદેશમાંથી વ્યાપાર વગેરે માટે આવેલ વરના ગુણોથી આકૃષ્ટ થઈ પુત્રીનો પિતા તેને પોતાની કન્યા પરણાવતો. ત્યાર પછી
૧ એજન ૨ જુઓ – પૃ. ૩૯૭, પા. ટિ. ૭, પૃ. ૪૦૫, પા. ટિ. ૭. 3 इहागच्छतु कुमारो जा से कत्रं ददामि हैं ।
–૩. રર. ૮.
તથા જુઓ – પૃ. ૪૧૧, પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org