________________
૩૭૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
મુક્તિ-વાચક પ્રચલિત શબ્દ છે. પરંતુ ત્યાં અર્થ જુદો છે.
૩ બહિ:વિહાર : અહીં વિહાર શબ્દનો અર્થ છે જન્મ-મરણથી વ્યાપ્ત સંસાર. તેથી બહિ:વિહારનો અર્થ થાય-સંસારના આવાગમનથી રહિત સ્થાન અથવા જન્મ-મરણારૂપ સંસારની બહાર. મોક્ષની પ્રાપ્તિ થઈ જતાં, જીવનું સંસારમાં આવાગમન થતું નથી તેથી તેને બહિ:વિહાર કહેવામાં ઉપયુક્તા છે.
૪ સિદ્ધલોક : મોક્ષને પ્રાપ્ત કરનાર જીવ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ પોતાના અભીષ્ટને પ્રાપ્ત (સિદ્ધ) કરી લે છે. તેથી મુક્ત થનાર જીવને “સિદ્ધ” તથા જ્યાં તેનો નિવાસ છે તેને “સિદ્ધલોક' (સિદ્ધશિલા) કહેવામાં આવે છે.
૫ આત્મવસતિ': મુક્ત થવાનો અર્થ થાય : આત્મસ્વરૂપની પ્રાપ્તિ. તેથી આત્મવસતિ કે આત્મપ્રયોજનની પ્રાપ્તિનો અર્થ મોક્ષની પ્રાપ્તિ એવો થાય.
૬ અનુત્તરગતિ', પ્રધાનગતિ, વરગતિ, અને સુગતિ - સામાન્યરૂપે ચાર ગતિઓ માનવામાં આવી છે અને તે સંસાર-ભ્રમણમાં કારણ છે પરંતુ
१ बहिं विहाराभिनिविट्ठचित्ता ।
–૩. ૧૪. ૪. संसारपारनिस्थिण्णा ।
–૩, ૩૬. ૬૭. ૨ જુઓ – પૃ. ૫૭, પા. ટિ. ૧, ઉ. ૨૩. ૮૩, ૧૦. ૩૫. ૩ કપ વર્દ વU I
–૩. ૧૪. ૪૮. તથા જુઓ – ઉ. ૭. ૨૫. ४ पत्तो गई मणुत्तरं ।
–૩. ૧૮. ૩૮. તથા જુઓ - ઉ. ૧૮. ૩૯-૪૦, ૪૨-૪૩, ૪૮ વગેરે. ५ गइप्पहाणं च तिलोयअविस्सुतं ।।
–૩. ૧૯, ૯૮. ६ सिद्धि वरगई गया ।
-૩. ૩૬. ૬૭. ७ जीवा गच्छंति सोग्गई।
૩. ૨૮. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org