________________
પ્રકરણ ૬
મુક્તિ
સર્વ પ્રકારનાં કર્મબંધનમાંથી છુટકારો પામવો એનું નામ મુક્તિ. અન્ય ભારતીય ધાર્મિક ગ્રંથોની જેમ ‘ઉત્તરાધ્યયન’નું ચરમ લક્ષ્ય પણ જીવોને મુક્તિ પ્રત્યે અગ્રેસર કરવાનું છે. પહેલાં દર્શાવેલ નવ પ્રકારના તત્ત્વોમાં આ અંતિમ તત્ત્વ છે.
મુક્તિના અર્થમાં પ્રયોજાયેલ કેટલાક શબ્દો :
પ્રસ્તુત ગ્રંથમાં મુક્તિના અર્થને અભિવ્યક્ત કરનાર કેટલાક શબ્દોના પ્રયોગ જોવા મળે છે તે ઉપરથી તેના સ્વરૂપના વિષયમાં જાણકારી પ્રાપ્ત થાય છે.
*
૧ મોક્ષ` : ‘મુત્તુ' ધાતુમાંથી મોક્ષ શબ્દ બને છે. મોક્ષ શબ્દનો અર્થ છે કોઈથી છુટકારો મેળવવો. અધ્યાત્મવિષય હોવાથી અહીં સંસારના બંધનભૂત કર્મોમાંથી છુટકારો અભિપ્રેત છે. જીવનો કર્મોના બંધનથી છૂટકારો થાય છે તથા કર્મબંધનથી રહિત સ્વ-સ્વરૂપમાં પ્રતિષ્ઠિત જીવને ‘મુક્ત જીવ' કહેવામાં આવેલ છે. તેથી મોક્ષનો અર્થ થાય : ‘સર્વ પ્રકારના બંધનમાંથી રહિત જીવ દ્વારા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ.’
૨ નિર્વાણ : તેનો અર્થ થાય સમાપ્તિ. અહીં સમાપ્તિ દ્વારા ચેતનના અભાવને સમજવાનો નથી કારણ કે મોક્ષની પ્રાપ્તિ થતાં ચેતનનો વિનાશ થતો નથી. પરંતુ તેને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી અહીં નિર્વાણ એટલે ‘કર્મજન્ય સાંસારિક અવસ્થાઓનું સદા માટે સમાપ્ત થવું'. બૌદ્ધદર્શનમાં આ
१. बंधमोक्खपइण्णिणो ।
२ नायए परिनिव्वुए ।
नत्थि अमोक्खस्स निव्वाणं ।
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૬. ૧૦.
૧૩. ૩૬, ૨૬૯.
૧૩. ૨૮. ૩૦.
www.jainelibrary.org