________________
પ્રકરણ ૬ ઃ મુક્તિ
મોક્ષ એવી ગતિ છે જેને પ્રાપ્ત કરી લેતાં પુનઃ સંસારમાં આવાગમન થતું નથી. તેનાથી શ્રેષ્ઠ કોઈ ગતિ નથી. તેથી તેને ‘અનુત્તરગતિ' કહેવામાં આવેલ છે. દેવ અને મનુષ્યગતિને ગ્રંથમાં ક્યાંક ક્યાંક ‘સુગતિ’ કહેવામાં આવેલ છે. તે સંસારાપેક્ષાએ છે. વસ્તુતઃ સુગતિ મોક્ષ જ છે અને તે સંસારની ચાર ગતિઓથી ભિન્ન હોવાને કારણે ‘પંચમગતિ’ છે.
૭ ઊર્ધ્વદિશા' : મુક્ત જીવ સ્વભાવથી ઊર્ધ્વગમન-વાળા હોય છે અને તેઓ જ્યાં નિવાસ કરે છે તે સ્થાન લોકના ઉપરના ભાગમાં છે. તેથી ઊર્ધ્વદિશામાં ગમન એટલે મોક્ષની પ્રાપ્તિ. ‘તત્ત્વાર્થસૂત્ર’માં મુક્તાત્માઓના ઊર્ધ્વગમન સ્વભાવની બાબતમાં કેટલાંક દૃષ્ટાંત આપવામાં આવેલ છેરે. આ ઊર્ધ્વગમન લોકના અગ્રભાગ સુધી જ થાય છે કારણ કે અલોકમાં કોઈ પણ તત્ત્વની સત્તા માનવામાં આવી નથી.
૩
૮ દુરારોહ : મુક્તિ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન હોવાથી તેને ‘દુરારોહ’ કહેવામાં આવે છે.
૯ અપુનરાવૃત્ત અને શાશ્વત : અહીં આવ્યા બાદ જીવ ક્યારેય સંસારમાં આવતો નથી. તેથી મુક્તિ ‘અપુનરાવૃત્ત' છે તથા નિત્ય હોવાથી ‘શાશ્વત’ (ધ્રુવ) પણ છે.
૩૦૭
१. उड्डुं पक्कमईदिसं ।
~૩. ૧૯, ૮૩,
२ पूर्वप्रयोगादसंगत्वाद्द्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च । आविद्धकुलालचक्रवद्व्यपगतलेपालाबुवदेरण्डबीजवदग्निशिखावच्च ।
3 अस्थि एगं धुवं ठाणं लोगग्गम्मि दुरारुहं । जत्थं नत्थि जरामच्चू वाहिणो वेयणा तहा ।।
निव्वाणंति अबाहंति सिद्धी लोगग्गमेव य । खेमं सिवं अणावाहं जं चरंति महेसिणो ॥
૪ એજન, ઉ. ૨૯. ૪૪, ૨૧. ૨૪. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
—7. પૂ. ૧૦. ૬-૭.
-૩. ૨૩. ૮૧.
-૩. ૨૩. ૮૩.
www.jainelibrary.org