________________
3७८
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
૧૦ અવ્યાબાધ ? સર્વ પ્રકારની બાધાઓથી રહિત હોવાથી તથા અત્યન્ત સુખરૂપ હોવાથી તેને “અવ્યાબાધ' કહેવામાં આવેલ છે.
૧૧ લોકોત્તમોત્તમ : ત્રણે લોકોમાં સર્વશ્રેષ્ઠ હોવાથી તેને લોકોત્તમોત્તમ કહેવામાં આવેલ છે.
મોક્ષમાં જીવની અવસ્થા : મુક્તિની અવસ્થા જરા-મરણથી રહિત, વ્યાધિથી રહિત, શરીરથી રહિત, અત્યંત દુઃખાભાવરૂપ, નિરતિશય સુખરૂપ, શાન્ત, ક્ષેમકર, શિવરૂપ, ઘનરૂપ, વૃદ્ધિ-હાસથી રહિત, અવિનશ્વર, જ્ઞાનરૂપ, દર્શનરૂપ (સામાન્યબોધ), પુનર્જન્મરહિત તથા એકાન્ત અધિષ્ઠાનરૂપ છે.
આ મુક્તાવસ્થાને પામેલ આત્મા સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે એ કારણે પરમાત્મા બને છે. આત્મા અને પરમાત્મામાં ભેદ રહેતો નથી. બંને સમાન સ્થિતિવાળા થઈ પૃથક પૃથક્ અસ્તિત્વ રાખે છે, અત-વેદાન્તની જેમ એકરૂપ થતા નથી. જ્ઞાન અને દર્શનરૂપ ચેતના કે જે જીવનું સ્વરૂપ છે તેનો અભાવ થતો નથી કારણ કે એમ થતાં, જીવપણાનો જ અભાવ થશે અને સત્ દ્રવ્યનો
૧ એજન ઉ. ર૯. ૩. २ लोगत्तमुत्तमं ठाणं ।
–૩. ૯, ૫૮. તથા જુઓ - ઉ. ૨૦. પર. 3 अरुविणो जीवघणा नाणदंसणसनिया । अउलं सुहंसंपत्ता उवमा जस्स नत्थि उ ।।
–૩. ૩૬. ૬૬. तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिनिव्वायइ, सव्वदुक्खाणमंतं करेइ ।
–૩. ર૯. ૨૮. एगंत अहिड्डिओ भयवं ।
૩. ૯, ૪. તથા જુઓ - ઉ. ૨૯. ૪૧, ૫૮, પૃ. ૩૭૭, પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org