________________
પ્રકરણ ૬ ઃ મુક્તિ
૩૭૯
પણ વિનાશ થવા માંડશે. તેથી આ અવસ્થાને શુદ્ધ જ્ઞાન અને દર્શનરૂપ કહેવામાં આવેલ છે. અહીં દર્શનનો અર્થ “શ્રદ્ધા' નથી જેમ કે યાકોબીએ પોતાના અનુવાદમાં લખેલ છે તેમ અહીં દર્શનનો અર્થ “શ્રદ્ધા' નથી. પરંતુ, દર્શનાવરણીય કર્મના અભાવથી પ્રગટ થનાર સામાન્યબોધરૂપ આત્માનો સ્વાભાવિક ગુણ છે. “શ્રદ્ધા” દર્શનમોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ગુણ છે જે મોહાભાવરૂપ છે. કર્મોનો પૂર્ણ અભાવ થઈ જતાં, તજન્ય શરીર, જરાવ્યાધિ, રૂપ, દુ:ખ, વૃદ્ધિ-હાસ વગેરે કાંઈ રહેતાં નથી કારણ કે તે બધા કર્મોના સંપર્કને કારણે રહેનારા છે. ભૌતિક શરીર અને રૂપાદિ ન રહેતાં જીવનો અભાવ થતો નથી. તેથી તેને ઘનરૂપ કહેવામાં આવેલ છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષ અભાવરૂપ નથી પરંતુ ભાવાત્મક છે. મુક્ત થતાં પહેલાં જીવ જે શરીર સાથે જોડાયેલ હોય છે તે શરીરનો જેવડો આકાર (ઊંચાઈ અને પહોળાઈ) હોય છે તેનાથી તૃતીયભાગ ન્યૂન (ઊંચાઈ આદિ) વિસ્તાર (અવગાહના) બધા મુક્ત જીવોનો હોય છે કારણ કે શરીર ન હોવાથી મુક્તાવસ્થામાં નાસિકા વગેરેનાં છિદ્રભાગો ઘનરૂપ થઈ જાય છે.
શરીર-પ્રમાણ : જીવના સ્વરૂપની ચર્ચા વખતે દર્શાવવામાં આવેલું છે કે જીવ જેવા શરીરનો આકાર પ્રાપ્ત કરે છે તે અનુસાર સંકોચ અને વિસ્તાર પ્રાપ્ત કરે છે. તેથી આ શંકા થાય એ સ્વાભાવિક છે ત્યારે તો મુક્ત જીવને કાંઈ શરીર ન હોવાથી આત્મપ્રદેશો કાંતો સઘન થઈ અણુરૂપ થઈ જવા જોઈએ અથવા સર્વત્ર ફેલાઈ જવા જોઈએ તો પછી ક્યા કારણે મુક્તાત્માઓનો વિસ્તાર પૂર્વજન્મના શરીર કરતાં તૃતીય ભાગ ન્યૂન દર્શાવવામાં આવેલ છે ? એનું કારણ એ છે કે સંસારાવસ્થામાં જીવને શરીર-પ્રમાણ માનવામાં આવેલ છે, ન અણુરૂપ અને ન વ્યાપક. તેથી આવશ્યક બને છે કે મુક્તાવસ્થામાં પણા જીવને સર્વથા અણુરૂપ કે વ્યાપક ન માનીને કેટલાક વિસ્તારવાળો માનવામાં આવે. આત્મામાં જે સંકોચ વિકાસ માનવામાં આવે છે તે કર્મજન્ય શરીરના ફળ સ્વરૂપે
૧ ઉ. ૩૬, ૬૬-૬૭ (સે. બુ. ઈ., ભાગ-૪૫) २ उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ ।
तिभागहीणो तत्तो य सिद्धाणोगाहणा भवे ।।
-૩. ૩૬. ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org