________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
પરંતુ, પૂર્વજન્મની ઉપાધિની દૃષ્ટિએ તેમના પણ અનેક ભેદ પડી શકે.
૨. સંસારી જીવ-જે કરેલાં કર્મોનાં ફળ ભોગવવા માટે પરતંત્ર છે તથા શરીરથી જોડાયેલ છે તે બધા સંસારી-જીવ છે. તેમને ‘બદ્ધ’ કે ‘સશરીરી’ જીવ પણ કહી શકાય. તેઓ જો કે કર્મ કરવામાં સ્વતંત્ર છે પરંતુ, તેનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. તેમને કર્મ-ફળ ભોગવવા માટે શરીરનો આશ્રય લેવો પડે છે. સંસારનો અર્થ થાયઃ આવાગમન. અર્થાત્ જ્યાં કર્મ-ફળ ભોગવવા માટે એક શરીરને બદલે બીજું શરીર ગ્રહણ કરવું પડે અથવા જન્મ-મરણના ફેરામાં અટવાવું પડે તેને ‘સંસાર’ કહેવામાં આવે છે. તેથી ‘સંસારી’ લોકમાં નિવાસ કરે તે જ નહિ કારણ કે એમ માનવાથી સિદ્ધ જીવ પણ લોકની અંદ૨ જ રહેવાને કારણે સંસારી કહેવાશે. આ રીતે, સંસારી એટલે તે કે જે પોતાના શુદ્ધ-સ્વરૂપને પ્રાપ્ત ન કરતાં કર્મ-ફળ ભોગવવા માટે પરતંત્ર છે. તથા શરીર સાથે જોડાયેલ છે. સંસારી જીવોનાં મુખ્ય રૂપે પાંચ પ્રકારનાં શરીર માનવામાં આવ્યાં છે'. ૧. ઔદારિક-એવું સ્થૂળ શરીર કે જેનું છેદન-ભેદન થઈ શકે છે. ૨. વૈક્રિયક-જેનું છેદન-ભેદન ન થઈ શકે પણ સ્વેચ્છાથી નાનું, મોટું, પાતળું, જાડું એવાં અનેક રૂપ કરી શકાય. ૩ આહારક-કોઈ વિશેષ અવસર વખતે મુનિ દ્વારા બનાવવામાં આવેલ શરીર ૪ તેજસ-અન્નાદિ પાચન-ક્રિયામાં તેજ ઉત્પન્ન કરનાર અને ૫ કાર્મા-પુણ્યપાપ રૂપ કર્મોનો પિંડ. આ પાંચ પ્રકારના શરીરોમાંથી તેજસ અને કાર્મણ શરીર પ્રત્યેક સંસારી જીવની સાથે સર્વદા રહે છે. તેથી તેનો જીવ સાથે અનાદિ સંબંધ છે. આ બે શરીરો ઉપરાંત જીવિત અવસ્થામાં જીવ સાથે ઔદારિક તથા વૈક્રિયકમાંથી કોઈ એક શરીર વધારામાં રહે છે. આ રીતે સામાન્યતઃ જીવિત અવસ્થામાં એક જીવની સાથે ત્રણ શરીર
१ तओ ओरालियतेयकम्माइं सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता
औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि शरीराणि ।
તથા જુઓ - ૨. ૩૭-૪૯.
Jain Education International
For Private & Personal Use Only
૮૯
૧૩. ૨૯. ૭૩.
—. સૂ. ૨. ૩૬.
www.jainelibrary.org