________________
૯૦
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના રહે છે. ઔદારિક અને વૈક્રિયક શરીરનો અભાવ માત્ર મૃત્યુ કાળે થાય છે. બીજો જન્મ લેતાં, દારિક અને વૈક્રિયકમાંથી કોઈ ને કોઈ શરીર પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. સાધારણ રીતે મનુષ્ય અને પશુ-પક્ષીઓ (તિર્યંચો)માં ઔદારિકશરીર જોવા મળે છે. દેવ અને નારકીઓમાં વૈક્રિયક શરીર જોવા મળે છે માટે સંસારી જીવોને “સશરીરી” કે “બદ્ધ” કહેવામાં કાંઈ વાંધો નથી.
સંસારી જીવોના વિભાજનનો સ્રોતઃ ગ્રંથમાં સંસારી-જીવોના વિભાજન માટેના અનેક સ્રોત છે જેમાંના કેટલાક નીચે મુજબ છે :
૧. ગમન કરવાની શક્તિ-જે જીવ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકવા સમર્થ છે તેમને એક વિભાગમાં રાખવામાં આવે છે અને જે એવા સામર્થ્યવાળા નથી તેને બીજા વિભાગમાં રાખવામાં આવે છે. ગ્રંથમાં તેમના નામ અનુક્રમે
ત્રસ” અને “સ્થાવર આપેલ છે. આ વિભાજનને મૂળ આધાર માનીને આગમનું વિભાજન કરવામાં આવ્યું છે. અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે બધા જીવ સક્રિય છે છતાં ગતિશીલતાને આધારે જે વિભાજન કરવામાં આવ્યું છે તે વર્તમાન સમયમાં ચાલવા-ફરવાની શક્તિની દષ્ટિએ છે.
૨ શરીરની સ્થૂળતા અને સૂક્ષ્મતા'- જેમનું શરીર સ્થળ છે તેને એક વિભાગમાં અને જેમનું શરીર સૂક્ષ્મ (લઘુ) છે તેમને બીજા વિભાગમાં રાખી
१ संसारत्था उ जे जीवा दुविहा ते वियाहिया । तसा य थावरा चेव थावरा तिविहा तहिं ।
-૩. ૩૬. ૬૮. તથા જુઓ – ઉ. ૫. ૮, ૮, ૧૦, રપ-ર૩, ત. સૂ. ૨. ૧ર. २ तसाणं थावराणं च सुहुमाणं बादराण य ।
–૩. ૩૪. ૯. તથા જુઓ - ભા. સં. જે. પૃ. ર૧૮-૨૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org