________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
શકાય. અહીં જાડા શરીરને તથા પાતળા શરીરને અનુલક્ષીને સ્થૂળતા કે સૂક્ષ્મતા શબ્દો સમજવાના નથી. પરંતુ, જે દિવાલ આદિથી અગ્નિના કિરણોની જેમ અટકે નહિ તે સૂક્ષ્મ છે. આ વિષયમાં ગ્રન્થમાં એક કર્મ-વિશેષ (નામકર્મ) સ્વીકારવામાં આવેલ છે, તેનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે.
૩. શરીરની ઉત્પત્તિ (જન્મ) - જે, માતા-પિતાનો સંયોગ થતાં માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે તે “ગર્ભજ' છે. જે માતા-પિતાના સંયોગ વગર અહીં તહીં અપવિત્ર-સ્થળે પેદા થાય તે સંમૂર્ણિમ કહેવાય છે. જે કોઈ સ્થાનવિશેષમાંથી એવી રીતે ઊભા થાય જાણે કે સૂઈને જાગ્યાં છે તેવું લાગે તે ઉપપાદજન્મવાળા જીવો છે. મનુષ્ય અને પશુ આદિમાં પ્રથમ બે પ્રકારના જન્મ સંભવે છે. દેવ અને નારકિયોમાં ત્રીજા પ્રકારનો જન્મ થાય છે. આ રીતે, શરીરની ઉત્પત્તિ (જન્મ)ના આધારે સંસારી જીવોના ત્રણ ભેદ પડે છે.
૪. શરીરની પૂર્ણતા તથા અપૂર્ણતા - શરીરની પૂર્ણતાથી એમ સમજવાનું છે કે જે જીવને જે પ્રકારનું શરીર પ્રાપ્ત કરવાનું છે તેનો પૂર્ણ આકાપ્રકાર હોવો, જેને શરીરની પૂર્ણતા પ્રાપ્ત થઈ ચૂકી છે તે પર્યાપ્ત' કહેવાય છે અને જેને શરીરની પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ તે “અપર્યાપ્તક' કહેવાય છે. જેનદર્શનમાં છ પર્યાપ્તિઓ માનવામાં આવી છે અને તેની માત્રા જુદા જુદા જીવોમાં જુદી જુદી નક્કી થયેલી હોય છે.
१ संमुच्छिमा य मणुया गम्भवक्कंतिया तहा ।
–૩. ૩૬. ૧૯૪. તથા જુઓ ભા. સં. જે., પૃ. ર૧૮-૨૧૯. २ पज्जन्तपज्जत्ता एवमेव दुहा पुणो ।
-૩. ૩૬. ૭૦. તથા જુઓ - ઉ. ૩૬. ૮૪, ૯૨, ૧૦૮, ૧૧૭ વગેરે. 3 आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणो । चत्तारिं पंच छप्पि य एइंदियवियलसण्णीणं ।।
-ગો. જી. ગાથા ૧૧૮ (ટીકા સહિત)
T
1
i di I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org