________________
૯૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૫. જન્મ સંબંધી શરીરની અવસ્થા-વિશેષ (ગતિ) - જન્મ સંબંધી શરીરની મુખ્ય ચાર અવસ્થાઓ (પર્યાય) છે અને તેને “ગતિ'ના નામે વ્યક્ત કરેલ છે. જો કે “ગતિ' શબ્દનો સામાન્ય અર્થ “ગમન” છે પરંતુ અહીં દેવાદિ ચાર અવસ્થા-વિશેષોમાં જીવ ગમન કરે છે તે કારણે તેને “ગતિ' નામ આપવામાં આવ્યું છે. આ બાબતમાં એક પ્રકારનું કર્મ-વિશેષ સ્વીકારવામાં આવ્યું છે અને તેના આધારે તેની વ્યાખ્યા કરવામાં આવી છે. આ ગતિ-ભેદના આધારે જીવનાં જે ચાર ભેદ પાડવામાં આવ્યા છે તેમાં નામ છે: દેવ, મનુષ્ય, તિર્યક, (પશુ-પક્ષી-વૃક્ષ) વગેરે અને નર્ક.
૬. ધર્માચરણ-અહિંસા વગેરે ધર્મનું જે પાલન કરે છે તે “સનાથી જીવ” કહેવાય છે અને જે એવું નથી કરતા તે “અનાથી જીવ' કહેવાય છે. આમ બે ભેદ પડ્યા છે. બીજી રીતે તેને ત્રણ ભાગોમાં પણ વિભક્ત કરવામાં આવે છે. જેમકે: મનુષ્યજન્મને મૂળ ધન માનીને ૧ મૂળ ધનરક્ષક-એવાં કાર્યો કરનાર કે જેનાથી માનવજન્મની ફરીવાર પ્રાપ્તિ થાય. ૨ મૂળધન વિનાશક-પશુ અને નકદિ યોનિઓમાં જન્મ લે છે અને ૩ મૂળધનવર્ધક-જે સારાં કાર્યો કરીને દેવપણાને પ્રાપ્ત કરે છે.
१ पंचिदिया उ जे जीया चउब्विहा ते वियाहिया । नेरइया तिरिक्खा य मणुया देवा य आहिया ॥
–૩. ૩૬. ૧૧૫. २ इमा हु अत्रा वि अणाहया निवा तामेगचित्तो निहूओ सुणेहि मे ।। नियण्ठधम्म लहियाण वी जहा सीयन्ति एगे बहुकायरा नरा ॥
–૩. ૨૦. ૩૮. तुझं सुलद्धं ख मणुस्सजम्मं लाभा सुलद्धा य तुमे महेसी । तुब्भे सणाहा य सबन्ध्वा य जं मे ठिया मग्गि जिणुत्तमाण ।
૩. ૨૦. પપ. 3 माणुसत्तं भवे मूलं लाभो देवगई भवे । मूलच्छेए जीवाणं नरगतिरिक्खत्तणं धुवं ।।
–૩, ૭. ૧૬. તથા જુઓ - ઉ. ૭. ૧૪, ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org