________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૭. જ્ઞાનેન્દ્રિયો૧- પાંચ ઇન્દ્રિયોને જ્ઞાનના સ્રોત તરીકે માનવામાં આવેલ છે. ક્રમ પ્રમાણે તેનાં નામ આ પ્રમાણે છે. સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ, તથા કર્ણ. આમાંથી જે ક્રમશઃ એક ઈન્દ્રિયવાળા છે તે ‘એકેન્દ્રિય', બે વાળા ‘દ્વીન્દ્રિય’, ત્રાવાળા ‘ત્રીન્દ્રિય’, ચાર વાળા ‘ચતુરિન્દ્રિય’ અને પાંચ ઇન્દ્રિયોવાળા હોય તે ‘પંચેન્દ્રિય’ જીવ કહેવાય છે. આ ઇન્દ્રિયોની સંખ્યામાં વૃદ્ધિ ક્રમશઃ જ થાય છે.
આમ આ કેટલાક મુખ્ય પ્રકારો છે અને તેના આધારે જીવોનું વિભાજન કરવામાં આવે છે. શરીરમાં જોવા મળતા રૂપાદિના તરતમભાવ તથા સ્થાનવિશેષ વગેરેને આધારે જીવના અનન્ત પ્રકારો થઈ શકે, જેની સૂચના માત્ર ગ્રંથમાં આપવામાં આવી છેૐ. વસ્તુત: આ બધા ભેદ શુદ્ધ જીવના નથી પણ શરીરાદિની ઉપાધિથી વિશિષ્ટ જીવ (આત્મા)ના છે.
ગમન કરવાની શક્તિની અપેક્ષાએ જે ત્રસ અને સ્થાવરના ભેદથી બે ભેદો પાડવામાં આવેલા તેમાંથી પ્રથમ સ્થાવર જીવોના ભેદાદિનો હવે વિચાર કરવામાં આવશે.
સ્થાવર જીવઃ
ચાલવા ફરવાની શક્તિથી રહિત જીવો સ્થાવર કહેવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે :
१. उराला तसा जे उ चउहा ते पकित्तिया । वेइंदिया तेइंदिया चउरो पंचिदिया चेव ||
२ एएसि वण्णओ चेव गंधओ रसफासओ । ठाणादेसओ वावि विहाणाई सहस्ससो ||
તથા જુઓ - ઉ. ૩૬. ૯૧, ૧૦૫, ૧૧૬, ૧૨૫ વગેરે. 3 पुढवी आउजीवा य तहेव य वणस्सई ।
इच्चेए थावरा तिविहा तेसिं भेए सुणेह मे ।।
તથા જુઓ - ઉ. ૩૬. ૬૮.
૯૩
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૩૬. ૧૨૬.
૧૩. ૩૬. ૮૩.
૧૩. ૩૬. ૬૯.
www.jainelibrary.org