________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
જીવોના પ્રકાર- જીવોની સંખ્યા ગ્રંથમાં કાલદ્રવ્યોની જેમ અનંતની દર્શાવવામાં આવી છે'. હવા, પાણી, પૃથ્વી, અગ્નિ, છોડ, કૂતરો, બિલ્લી, પશુ, સ્ત્રી, પુરુષ વગેરેમાં સર્વત્ર જીવોની સત્તા માનવામાં આવી છે. આ બધા જીવોને સર્વપ્રથમ મુક્ત અને બદ્ધની દૃષ્ટિએ બે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેને જ અનુક્રમે ‘સિદ્ધ’ અને ‘સંસારી’ના નામે પણ ઉલ્લેખવામાં આવેલા છે. તેને અનુક્રમે ‘અશરીરી' તથા ‘સશરીરી' પણ કહી શકાય; કારણ કે બધા મુક્ત જીવ શરીર રહિત હોય છે અને બધા સંસારી જીવ શરીર-સહિત હોય છે. એવો કોઈ સમય કે સ્થાન નથી કે જ્યારે સંસારી-જીવ શરીર-રહિત હોય. મૃત્યુ પછી (એક શરીર છોડી બીજામાં જતી વખતે) પણ તે એક વિશેષ પ્રકારના શરીર (કાર્મા-શરીર)થી જોડાયેલ રહે છે. આ સિદ્ધ અને સંસારી જીવોના સ્વરૂપાદિનો ખ્યાલ નીચે પ્રમાણે આપવામાં આવેલ છે :
૧. સિદ્ધ જીવ-જે બંધનથી રહિત સ્વ-સ્વરૂપમાં રહે છે તેને સિદ્ધ જીવ કહેવામાં આવે છે. તેને બંધનના અભાવથી ‘મુક્ત’, શરીરથી રહિત હોવાથી ‘અશરીરી’ અને પૂર્ણજ્ઞાનથી યુક્ત હોવાથી ‘બુદ્ધ' કહેવામાં આવે છે. તેમનો નિવાસ લોકથી ઉપરના ભાગમાં (લોકાન્તમાં) દર્શાવવામાં આવ્યો છે. તેમનો આકાર પૂર્વજન્મના શરીર કરતાં ૧/૩ ભાગ ન્યૂન હોય છે. તેઓ અનંત-દર્શન અને અનંતજ્ઞાન સહિત અનંત સુખવાળા પણ છે. એમનાં સુખોની આગળ આપણાં સુખો તુચ્છ (નગણ્ય) છે. તેમને સંસારમાં ફરી આવવાપણું રહેતું નથી. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે એ સ્વરૂપમાં સર્વદા રહે છે.
८८
જો કે સિદ્ધ જીવોના જ્ઞાન, દર્શન, સુખ આદિમાં કોઈ તફાવત નથી કારણ કે બધા સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત સુખોથી યુક્ત તથા સકળ બંધનોથી રહિત છે.
૧ જુઓ - પૃ. પા. ટિ. ૧.
२ संसारत्था य सिद्धा य दुविहा जीवा वियाहिया ।
संसारिणो मुक्ताश्च ।
૩ ૬. ૧૦. ૩૫; ૩૬. ૪૮-૬૭; વિશેષ માટે જુઓ - પ્રકરણ ૬.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૩૬. ૪૮, ૨૪૯.
—તા. પૂ. ૨. ૧૦.
www.jainelibrary.org