________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
જીવને પૂર્ણ સ્વતંત્ર, કર્તા અને ભોક્તા માનેલ છે. તેથી ગ્રંથમાં કહેવાયું છેઆત્મા પોતાનો કર્તા, વિકર્તા (ઉત્થાન અને પતનનો), સારો મિત્ર, ખરાબ શત્રુ, વૈતરણી નદી (એક નારકી નદી જે દુ:ખકર છે), કૂટ શાલ્મલ વૃક્ષ (દુ:ખ દેનાર વૃક્ષ), કામ દુધા ઘેન તથા નંદન વન (આ બંને સુખકર છે) છે. આનું તાત્પર્ય એ કે આત્મા જેવું ઈચ્છે તેવું કર્મ કરીને પોતાને સારા કે ખોટા માર્ગે લઈ જઈ શકે છે. જો સારું કામ કરે તો પોતાનો સહુથી મોટો મિત્ર બને છે. કામધેનુ બને છે તથા નંદનવન પણ થાય છે. જો ખરાબ કાર્ય કરે તો પોતાનો સહુથી મોટો શત્રુ થાય છે, વૈતરણી તથા કૂટ શાલ્મલિ બને છે. તેમાં ઈશ્વર-કર્તક કોઈ હસ્તક્ષેપ થતો નથી. જીવ જેવું કરે છે તેવું ભોગવે છે. સારાં કામ કરે તો સુખી થાય છે અને ખરાબ કામ કરે તો દુઃખી થાય છે.
૫. જીવ ઊર્ધ્વગમન-સ્વભાવવાળો છે-મુક્ત-જીવોનો નિવાસ લોકના ઉપરના ભાગમાં માનવામાં આવે છે તેથી જીવનો સ્વભાવ પણ ઊર્ધ્વગમન કરવાવાળો માનવો જોઈએ. તે બંધનને કારણે નીચે (સંસારમાં પડેલો છે. જો આમ ન માનવામાં આવે તો મુક્ત જીવો જ્યાં તેઓ શરીરનો ત્યાગ કરે ત્યાં જ રહેતા હોત.
આ રીતે ગ્રંથમાં જીવને જ્ઞાન-દર્શનસ્વભાવરૂપ, ચેતનગુણા ઉપરાંત અમૂર્ત, નિત્ય, સ્વદેહપરિમાણ, કર્તા, ભોક્તા, સ્વતંત્ર, ઊર્ધ્વગમન સ્વભાવયુક્ત તથા નશ્વર સંસારમાં સારભૂત દ્રવ્ય માનવામાં આવેલ છે. જીવનું આવું જ સ્વરૂપ અન્ય જૈન ગ્રંથોમાં પણ જોવા મળે છે. ૧ એજન २ अलोए पडिहया सिद्धा लोयग्गे य पइट्ठिया । इहं बोदिं वइत्ताणं तत्थ गंतूण सिज्झई ।।
–3. ૩૬. ૫૬. તરત મૂર્ણ છાત્રોનાલ્ ...............તથાતિપરિણમીત્રા
–1. સૂ. ૧૦. પ-૬. 3 जीवो उवओगमओ अमुत्तिकत्ता सदेह परिमाणो । भोत्ता संसारत्यो मुत्तो सो विस्ससोड्डगई ।
-વ્યસંગ્રહ, ગાથા ૨. તથા જુઓ - ભગવતીસૂત્ર ૨. ૧0; સ્થાનાન્ન ૫. ૩. પ૩.; નવપદાર્થ, પૃ., ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org