________________
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન સંબંધથી મૂર્ત જેવો રહેલ છે. માટે જીવમાં સ્વત: કોઈ આકાર-પ્રકાર વગેરે ન હોવાથી શરીરના સંબંધને કારણે તેને સ્વદેહ-પરિમાણવાળો માનવામાં આવેલ છે. જીવ સ્વદેહપરિમાણ-વાળો હોવાથી તે નથી વ્યાપક કે નથી અણુરૂપ. પરંતુ, નાના કે મોટા શરીરમાં જેટલું સ્થાન પ્રાપ્ત કરે છે તેટલામાં જ તે વિસ્તાર કે સંકોચ પ્રાપ્ત કરીને રહે છે. જો તેને સ્વદેહ-પરિમાણાવાળો ન માનીને વ્યાપક માનવામાં આવે તો તેને શરીરની બહાર પણ સંવેદન થવું જોઈતું હતું. જો અણરૂપ માનવામાં આવે તો પૂર્ણ શરીરમાં સંવેદન ન થાત. આપણને સરીર-પ્રદેશ માત્રમાં સંવેદન થાય છે; શરીરના એક-પ્રદેશમાં કે શરીરની બહાર નહીં, તેથી આત્માને શરીર-પરિમાણાવાળો માનવામાં આવેલ છે. અહીં એક પ્રશ્ન એ થાય કે મુક્ત જીવોને શરીરરૂપી બંધન ન હોવાથી તેણે સમસ્તલોકમાં વ્યાપ્ત થવું જોઈએ. અહીં જાણવા મળે છે કે મુક્ત-જીવોને વ્યાપક માનવાથી શરીર-પ્રમાણાવાળા સિદ્ધાંતનો વિરોધ થાય છે. તેથી તેને પણ વ્યાપક ન માનીને પૂર્વ જન્મનું કારણ શરીર-પ્રમાણાની અપેક્ષાએ ૧/૩ ભાગ ન્યૂન માનવાનું કારણ એ છે કે શરીરમાં કેટલોક ભાગ ૧/૩ ભાગ ન્યૂન ક્ષેત્ર માનેલ છે. બંધનનો અભાવ હોવાથી તથા તેમાં સંકોચ-વિકાસનો સ્વભાવ હોવાથી મુક્તજીવને માટે “અરૂપતા કે વ્યાપકતા થવી જોઈતી હતી. તેનો અભાવ માની શકાતો નથી કારણ કે સતુના ક્યારેય વિનાશ થતો નથી.
૪. જીવ કર્તા-ભોક્તા તથા પૂર્ણ સ્વતંત્ર છે-સ્વયંના ઉત્થાન અને પતનમાં
૧ એજન २ अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली ।
अप्पा कामदुहा घेणू अप्पा मे नन्दणं वणं ।। अपा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुप्पट्ठिय सुपट्टिओ ॥
–૩, ૨૦. ૩૬-૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org