________________
પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર
૮૫ ભારતીય દર્શન જીવ અથવા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
ઉત્તરાધ્યયન'માં જીવના સામાન્ય ચેતન ગુણ ઉપરાંત કેટલાક બીજા ગુણો પણ દર્શાવાયા છે જે તેને અજીવથી જુદા પાડનારા તો નથી પણ જીવના સ્વરૂપનો ખ્યાલ તો જરૂર આપે છે. જેમકે :
૧. જીવ અમૂર્ત છે-'સંસારાવસ્થામાં જીવ શરીરના સંબંધને લીધે જો કે મૂર્તિ જેવો છે. પરંતુ વાસ્તવિક રીતે રૂપ, રસ, ગંધ વગેરેથી રહિત હોવાથી તેને અમૂર્ત સ્વભાવવાળો માનવામાં આવેલ છે. અમૂર્ત સ્વભાવ હોવાને કારણે જ તે આપણી ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થતો નથી.
૨. જીવ અવિનશ્વર છે-જે અમૂર્ત છે તેનો શસ્ત્રાદિથી વિનાશ સંભવતો નથી તેથી તે અજર-અમર પણ છે. ગીતામાં પણ તેને અજર-અમર કહેલો છે. ગ્રન્થમાં એ માટે, નશ્વર સંસારમાં જીવને સારવાર વસ્તુ માનેલ છે. અનાદિ કાળથી શરીર સાથે સંબંધ હોવાથી જીવ એક શરીરનો નાશ થતાં બીજા શરીરને પ્રાપ્ત કરે છે માટે શરીર-સંબંધને કારણે તે અનિત્ય પણ છે.
૩. જીવ સ્વદેશપરિમાણવાળો છે-“આત્મા સ્વત: અમૂર્ત છે પરંતુ શરીરના
૧ જુઓ – પૃ. ૮૩. પા. ટિ. ૨. તથા પ્રવચનસાર ૨. ૮૦. ૨ એજન :
नस्थिजीवस्स नासु त्ति ।
–૩. ૨. ર૭.
રૂ ના નિદરતે...... દી ઢીમાને શારીરે !
–ીતા ૨. ૧૯. ર૦.
४ जहा गेहे पलित्तम्मि तस्स गेहस्स जो पइ ।
सारभांडाणि नीणेइ असारं अवउज्झइ ।। एवं लोए पलित्तम्मि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुब्मेहिं अणुमनिओ ।
–૩. ૧૯. રર-ર૪.
५ उस्सेहो जस्स जो होई भवम्मि चरिमम्मि उ। तिभागहिणो तत्तो य सिद्धाणोगाहणा भवे ॥
–૩. ૩૬. ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org