________________
૮૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અગ્નિ વગેરેની ઉત્પત્તિ દર્શાવી તે પણ અનુભવથી વિપરીત છે. જો અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ પહલેથી અવિદ્યમાન હોત તો તે તેમાંથી ઉત્પન્ન જ ન થાત. જો એ રીતે અસતમાંથી સતું પેદા થવા માંડે તો પછી તેલ વગેરે માટે તલની જ શી જરૂર ? રેતી વગેરેમાંથી પપા તેલ કેમ ન નીકળે ?
આ ઉપરાંત, જો શરીરથી ચેતન દ્રવ્ય જુદું ન હોય તો કયા કરાણે મૃત પુરુષને શરીર હોવા છતાં સુખ દુઃખાદિનો અનુભવ થતો નથી ? “વિશેષાવશ્યક ભાષ્ય'માં દર્શાવવામાં આવ્યું છે કે મૃત શરીરમાં જો વાયુનો અભાવ થઈ જાય તો પંપ આદિથી હવા ભરીને તેને જીવિત કરી શકાત. જો તેમાં તેજનો અભાવ થાય તો વાયુની જેમ તેજનો પ્રવેશ કરાવવાથી તેને જીવંત કરી શકાત. જો તેમાં વિશિષ્ટ પ્રકારના તેજનો અભાવ હોય તો તે વિશિષ્ટ તેજ શું છે? આત્મા સિવાય તે તેજ કંઈ નથી. વળી, જેનો નિષેધ કરવામાં આવે છે તેની સત્તા અવશ્ય રહે છે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં પણ શરીરને જીવત્વના અભાવમાં તુચ્છ ગણેલ છે. આવા અન્ય અનેક તર્કો દ્વારા મોટા ભાગનાં બધાં આત્મવાદી
१ स्याद्-अज्ञातोपालम्भोऽयं, तस्या भूतसमुदायोपलब्धिसिद्धः, न मृतशरीरे व्यभिचारात्, तत्र वाय्वाभावे न व्यभिचार इति चेत्, न, नलिकाप्रयोगप्रक्षेपेऽयनुपलब्धेः। तेजो नास्तीतिचेत्, न, तस्यापि तयैव क्षेपेऽनुपलब्धेः, विशिष्टं तेजोनास्तीति चेत् आत्मभाव इत्यारम्यातां तर्हि भूम्यालिङ्गनम् ।
–વિષાવરમાણ્વટી–તૃતીયાધર, પૃ. ૧૭. २ यन्निपिव्यते तत् सामान्येन विद्यते एव ।
–પદ્દનસમુચ્ચય-ગુણરત્ન, પૃ. ૪૮. ૪૯. પાશ્ચાત્યદર્શનમાં આધુનિકયુગના સંસ્થાપક દેકાર્ટ પણ આ રીતે જ આત્માને સિદ્ધ કરે છે.
–જુઓ પાશ્ચાત્યદર્શન પૃ. ૮૬. ૮૮. ३ तं एक्कगं तुच्छशरीरंग से ।
–૩. ૧૩. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org