________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
વાયુ)માંથી ઉત્પત્તિ થાય છે અને તેનાથી છૂટું પડી જતાં ચેતન (જીવ) પણ નષ્ટ થઈ જાય છે. એનાથી જુદું કોઈ અન્ય ચેતનાત્મક સ્વતંત્ર જીવ-દ્રવ્ય
નથી.
આના ઉત્તરમાં ભ્રગુ પુરોહિતના બંને પુત્રો કહે છે કે આત્મા (જીવ) જો કે રૂપરહિત (અમૂર્ત) છે. તેથી તેનું ગ્રહણ ઇન્દ્રિયો દ્વારા થતું નથી. જે અમૂર્ત છે તે નિત્ય પણ છે. આમ અહીં દર્શાવવામાં આવ્યું છે કે આત્મા અમૂર્ત હોવાથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, જો મૂર્ત હોવા છતાં વાયુ આપણને દેખાતો નથી તો પછી અમૂર્ત જીવનું પ્રત્યક્ષજ્ઞાન કેવી રીતે થાય? જીવના અસ્તિત્વનું જ્ઞાન તેનાં કાર્યો દ્વારા જ (અનુમાન પ્રમાણથી) થઈ શકે છે. ગ્રન્થમાં એવાં ચાર મુખ્ય કાર્ય ગણાવવામાં આવ્યાં છે અને તેનાથી જીવના અસ્તિત્વનું જ્ઞાન થાય છે. એ મુખ્ય કાર્યો આ પ્રમાણે છે: ૧હું જ્ઞાનવાન છું. ૨ હું મને પોતાને જાણું છું. હું સુખી છું. ૪ હું દુઃખી છે. આવા અને બીજા અનુભવોથી પ્રતીત થાય છે કે શરીર ઉપરાંતનું કોઈ ચેતન દ્રવ્ય છે. ભ્રગુપુરોહિતે અરમિન્થન આદિથી અવિદ્યમાન
१ जहा य अग्गी अरणी असन्ती खीरे घयं तेलु महातिलेषु । एमेव जाया सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिढे ।
–3. ૧૪. ૧૮. ૨ ના રૂરિયો મમુરમાવા મુરાવા વિ ચ હોદ્દ નિવ્યો !
–૩. ૧૪. ૧૯. 3 नाणेणं दंसणेणं च सुहेण य दुहेण य ।
–૩. ૨૮. ૧૦. ૪ “મારું શરીર', “મારો હાથ' એવો આપણો અનુભવ કરીએ છીએ. આવા
ભેદાત્મક અનુભવથી જાણી શકાય છે કે શરીર અને આત્મા ભિન્ન ભિન્ન છે. જો તે બન્ને એક જ હોત તો મારું શરીર' એવો અનુભવ ન થાય. અથવા તો કહેવામાં આવે કે “મારો આત્મા” એવો પણ અનુભવ થાય છે. તો આપણો કહીશું કે તેથી આત્મા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કારણ કે તે વખતે “મારો' એ શબ્દનો પ્રયોગ શરીર માટે થયો છે. આમ આત્મા શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org