________________
પ્રકરણ ૬ : મુક્તિ
૩૮૯
હોય છે ? મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે ? આદિ વિષયમાં મતભેદ હોવા છતાં, મૂળ ઉદ્દેશ્યમાં સમાનતા છે. આ મૂળ ઉદ્દેશ્ય છે : જીવોને દુ:ખમાંથી છૂટકારો અપાવવો.
પ્રસ્તુત ગ્રંથમાં આ મુક્તિની બે અવસ્થાઓ જોવા મળે છે ઃ ૧. જીવન્મુક્તિ અને ૨. વેદેહમુક્તિ. જીવન્મુક્તિ વિદેહમુક્તિની પૂર્વાવસ્થા છે. જીવન્મુક્તિ સંસારમાં રહેવા છતાં પ્રાપ્ત થાય છે અને વિદેહમુક્તિ સંસારથી પર થતાં મૃત્યુ બાદ મળે છે. જીવન્મુક્તિ પછી વિદેહમુક્તિ અવશ્યભાવી છે. જીવન્મુક્ત તથા વિદેહમુક્ત - બંને સંસારમાં ક્યારેય જન્મ લેતા નથી. જીવન્મુક્તોને નિષ્ક્રિય કેટલાંક અઘાતી કર્મોનું ફળ ભોગવવા માટે કેટલાક સમય સંસારમાં રોકાવું પડે છે પરંતુ વિદેહમુક્ત બધા પ્રકારના બંધનથી રહિત થઈ જવાને લીધે લોકાત્તમાં સ્થિર રહે છે. વિદેહમુક્ત જીવો સાથે માનવનું સાક્ષાત્ કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેમની સ્થિતિ સ્વાન્તઃસુખાય હોય છે. આવી સ્થિતિ માનવની અલ્પબુદ્ધિથી પર છે. વિદેહમુક્ત જીવોને મળતા સુખની કલ્પના ગાઢ નિદ્રામાંથી જાગૃત થનારને મળતા સુખાનુભવ જેવી કરવામાં આવી છે. અહીં મુખ્ય તફાવત એટલો ખરો કે મુક્તોની સુખાનુભૂતિ જાગ્રતાવસ્થાની છે તથા અવિનશ્વર છે જ્યારે સુતેલ વ્યક્તિની સુખાનુભૂતિ સુષુપ્તિ અવસ્થાની છે તથા ક્ષણિક છે.
શરીરને કર્મજન્ય સ્વીકારવાને કારણે વિદેહમુક્ત જીવોને “અશરીરી માનવામાં આવેલ છે. જીવ (આત્મા)નો સ્વભાવ જ્ઞાન અને દર્શનરૂપ હોવાથી મુક્ત જીવોને જ્ઞાન અને દર્શનરૂપ ચેતનાગુણાવાળા સ્વીકારવામાં આવેલ છે. આ મુક્ત જીવોના જ્ઞાન, દર્શન, સુખ વગેરે સર્વ અલૌકિક જ છે કારણ કે તેમનાં જ્ઞાનાદિ શરીર અને ઈન્દ્રિયાદિની સહાયતા વગર જ થાય છે. આ રીતે વિદેહમુક્તોની આ અવસ્થા જ્ઞાન, દર્શન અને સુખાદિથી મુક્ત હોવા છતાં પણ ભાવાત્મક જ છે. બોદ્ધોની જેમ અભાવાત્મક, નૈયાયિકોની જેમ માત્ર દુઃખાભાવરૂપ તથા વેદાન્તીઓની જેમ બ્રહ્મક્ય રૂપ નથી હોતી. આ અવસ્થા લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org