________________
૩૯૦
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
સાંખ્યદર્શનના મુક્ત પુરુષ જેવી છે જે અચેતન (પ્રકૃતિ)ના પ્રભાવથી સર્વથા રહિત છે.
જીવન્મુક્તોને વ્યવહારની દૃષ્ટિથી મુક્ત કહેવામાં આવે છે કારણ કે તેઓ હજી પૂર્ણ મુક્ત થયા નથી પરંતુ તુરત જ નિયમપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરવાના છે. માનવનું કલ્યાણ અને વિશ્વબંધુત્વની ભાવનાનો પ્રસાર એમના દ્વારા સંભવે છે. તેઓ સંસારમાં રહેનારા આપ્ત પુરુષ (મહાપુરુષ) છે. જીવના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણોના પ્રતિબંધક બધાં ઘાતી કર્મોને નષ્ટ કરી દેવાને કારણે તેમની મુક્તિ અવસ્થંભાવી છે. તેથી અઘાતી (નિષ્ક્રિય) કર્મોનો સદ્ભાવ રહેવા છતાં, તેમને જીવન્મુક્ત કહેવામાં આવ્યા છે. કેવળ જ્ઞાનથી યુક્ત (સર્વજ્ઞ) હોવાને કારણે તેમને કેવલી' કહેવામાં આવે છે. આ જીવન્મુક્તો સયોગી અને અયોગી એવા ભેદને કારણે બે પ્રકારના છે. જ્યાં સુધી તેઓ મન, વચન અને કાયની ક્રિયાઓથી યુક્ત રહે છે ત્યાં સુધી “સયોગી' અને મન, વચન અને કાયાની ક્રિયાથી રહિત થતાં “અયોગી” કહેવાય છે. અયોગ કેવલીની સ્થિતિ વિદેહમુક્તોની જેવી જ હોય છે કારણ કે તેઓ પણ વિદેહમુક્તોની જેમ મન-વચન-કાયની ક્રિયાઓથી રહિત હોય છે. જો કે ગ્રંથમાં સામાન્ય સાધુઓ માટે પણ જીવન્મુક્ત શબ્દનો વ્યવહાર થયો છે પણ આવું કથન મુક્તિના માર્ગમાં પ્રવેશ કરવાને કારણે વ્યવહારની દૃષ્ટિએ થયું છે. તેથી બધા સાધુ જીવન્મુક્ત નથી હોતા છતાં જેમણે બધાં મોહનીય કર્મોનો સમૂળગો વિનાશ કર્યો છે અને જે સર્વજ્ઞ થઈ ચૂક્યા છે તેઓ જ વાસ્તવમાં જીવન્મુક્ત કહેવાય છે.
આમ, ગ્રંથમાં મુક્તિની જે અવસ્થા ચિત્રિત કરવામાં આવી છે તે એક અલૌકિક અવસ્થા છે. ત્યાં ન તો સ્વામી સેવકભાવ છે અને નથી કોઈ ઈચ્છા. તેને પ્રાપ્ત કરી લેતાં જીવ ક્યારેય સંસારમાં પાછો ફરતો નથી. તે કર્મબંધનથી પૂર્ણ મુક્ત થઈ જાય છે. આ આત્માના નિર્લિપ્ત સ્વ-સ્વરૂપની સ્થિતિ છે. અહીં બધાં પ્રકારના સાંસારિક બંધનોનો સદા માટે અભાવ હોવાથી તેને મુક્તિ કહેવામા આવેલ છે.
૧ જુઓ - સરક્યુરિમ, ૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org