________________
પ્રકરણ ૭ સમાજ અને સંસ્કૃતિ કોઈ પણ સાહિત્ય તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજનૈતિક, ભૌગોલિક આદિ વિવિધ પરિસ્થિતિઓથી પ્રભાવિત થયા સિવાય રહી શકે નહીં. તેથી સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન, જેમાં પ્રધાનરૂપે ધર્મ અને દર્શનનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં પણ જેન શ્રમણ (સાધુ) સંસ્કૃતિના કમિક-વિકાસની સાથે સામાજિક જીવનનો પણ પ્રભાવ પરિલક્ષિત થાય છે અને તે ભારતીય ઈતિહાસની દષ્ટિએ ઓછો મહત્ત્વપૂર્ણ નથી. તેથી ઉત્તરાધ્યયનને કેવળ શુષ્ક ધર્મ અને દર્શનનો જ પ્રતિપાદક ગ્રંથ ન કહી શકાય. તેમાં આપેલ સામગ્રીને આધારે તત્કાલીન સામાજિક ચિત્રણ સંક્ષેપમાં નીચે પ્રમાણે પ્રદર્શિત કરી શકાય છે.
વર્ણાશ્રમ - વ્યવસ્થા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનમાં વર્ણ અને આશ્રમ વ્યવસ્થાનું વિશેષ મહત્ત્વ હતું. જે જાતિ કે વર્ણમાં વ્યક્તિ ઉત્પન્ન થતી તે તેની જાતિ કે વવાળી કહેવાતી. વર્ણ અને જાતિ ઉપર આધારિત સમાજ સાંસ્કૃતિક દૃષ્ટિથી જીવનના ચાર આશ્રમોમાં વિભક્ત હતો. આ રીતે સંપૂર્ણ સમાજ અને સંસ્કૃતિ વર્ણ અને આશ્રય-વ્યવસ્થા ઉપર નિર્ભર હતા.
જાતિ અને વર્ણ – વ્યવસ્થા તે સમયે આર્ય અને અનાર્યના ભેદથી બે પ્રમુખ જાતિઓ અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના ભેદથી ચાર વર્ણો હતા. વૈદિક સાહિત્ય અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org