________________
૩૯૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આર્ય વિજેતા તથા ગૌર વર્ણવાળા હતા પરંતુ અનાર્ય તેમને અધીન તથા કૃષ્ણ વર્ણના હતા. આમ તેમનામાં શારીરિક રૂપનો ભેદ હતો. “ઉત્તરાધ્યયન'માં પણ બ્રાહ્મણોની કંઈક આ પ્રકારની ઘારણાનો સંકેત મળે છે. તેથી હરિકેશિબલ મુનિને કુરૂપ જોઈ તેઓ તેનો નિરાદર કરે છે. આ પ્રકારની ધારણાના વિરોધમાં ગ્રંથમાં સદાચારીને આર્ય અને સદાચારથી હીન હોય તેને અનાર્ય માનીને જેનધર્મને આર્યધર્મ અને હિંસાદિમાં પ્રવૃત્ત બ્રાહ્મણોને પણ અનાર્ય કહેવામાં આવ્યા છે. આ રીતે બ્રાહ્મણોના જાતિભેદના વિરોધમાં કર્મથી જાતિવાદની સ્થાપના કરતાં કહેવામાં આવ્યું છે કે : “કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી જ જીવ શૂદ્ર બને છે. કેવળ મસ્તક મુંડાવવાથી શ્રમણ, ૐ કારનો જાપ કરવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ અને કુરાચીવર પહેરવાથી તપસ્વી થવાતું નથી. પણ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ જ્ઞાનથી મુનિ તથા તપ કરવાથી તપસ્વી થવાય છે. આ રીતે જન્મથી જાતિવાદ કે વર્ણવાદના આધારે થયેલ સામાજિક સંગઠનના વિરોધમાં તથા કર્મથી જાતિવાદ કે વર્ણવાદના પ્રચારમાં જૈન તથા કર્મથી જાતિવાદ કે વર્ણવાદના પ્રચારમાં જૈન તથા બૌદ્ધ ધર્માનુયાયીઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. ઉત્તરાધ્યયનમાં ૧ જે. ભા. સ., પૃ. રર૧. २. कयरे आगच्छइ दित्तरूवे काले विकराले फोक्कनासे ।
-૩. ૧ર. ૬. ओमचेलया पंसुपिसायभूया गच्छाक्खलाहि किमिहं ठिओ सि ।
–૩. ૧૨, ૭. 3 उवहसंति अणारिया ।
–૩. ૧ર. ૪. रमइ अज्जवयणम्मि तं वयं बूम माहणं ।
–૩. ર૫. ૨૦. चारित्ता धम्ममारियं ।
–૩. ૪. ર૫. १ न दीसई जाइविसेस कोई ।
–૩. ૧ર. ૩૭. તથા જુઓ – પૃ. ૨૪૯, પા. ટિ. ૩, પૃ. ૨૩૮, પા. ટિ. ૩. ૫ યુનિપાત ૧. ૭. ૩. ૯, મજૂમદાર–કોરપોરેટ લાઈફ ઈન એશિયન્ટ
ઈન્ડિયા, પૃ., ૩પ૪-૩૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org