________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૩૯૩
બ્રાહ્મણ આદિ ચારેય વર્ણો અને કેટલીક પ્રમુખ જાતિઓની સ્થિતિનું ચિત્રણ આ પ્રમાણે થયેલું છે ?
બ્રાહ્મણ : સામાન્ય રીતે જૈન તથા બૌદ્ધ ગ્રંથોમાં બ્રાહ્મણને ક્ષત્રિય કરતાં હીન દર્શાવેલ છે. સંભવતઃ એ માટે બધા જેન તીર્થકરોને ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા દર્શાવ્યા છે. ભગવાન મહાવીર જે પહેલાં બ્રાહ્મણીના ગર્ભમાં અવતરિત થયા હતા તેઓને પછીથી ઈન્દ્ર દ્વારા ક્ષત્રિયાણી ત્રિશલાના ગર્ભમાં પરિવર્તિત કરવામાં આવ્યા. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં બ્રાહ્મણને ક્યાંય પણ ક્ષત્રિય કરતાં નીચી કોટિના દર્શાવેલ નથી પરંતુ સર્વત્ર બ્રાહ્મણોના પ્રભુત્વને સ્વીકારવામાં આવ્યું છે. તેથી ગ્રંથમાં બ્રાહ્મણને સદાચાર-પરાયણ, વેદવિંદ જ્યોતિષવિદ્, સ્વ-પરના કલ્યાણકર્તા તથા પુણ્યક્ષેત્રી ગણવામાં આવેલ છે. અહીં એટલું વિશેષમાં છે કે ગ્રંથમાં સાચા બ્રાહ્મણનું લક્ષણો દર્શાવતી વખતે જૈન સાધુના સામાન્ય સદાચારને જ પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ કે :
જે પાપરહિત હોવાથી સંસારમાં અગ્નિની જેમ પૂજનીય શ્રેષ્ઠ પુરુષો (કુશળ પુરુષો) દ્વારા પ્રશાસિત, સ્વજનોમાં આસક્તિ ન રાખનાર, પ્રવજ્યા લઈ શોક ન કરનાર, આર્યવચનોમાં રમણ કરનાર, કાલિમાથી રહિત સુવર્ણની જેમ
૧ જે. ભા. સ., પૃ. રર૪. २ जे य वेयविऊ विप्पा जवट्ठा य जे दिया ।
जोइसंगविऊ जे य जे य धम्माण पारगा ।। जे समत्था समुद्धतुं परमप्पाणमेव य । तेसिं अनमिणं देयं भो भिक्खू सव्वकामियं ।।
–૩. રપ. ૭-૮.
जे माहणा जाइ विज्जोववेया ताई तु खेत्ताइं सुपेसलाई ।
–૩. ૧ર. ૧૩.
તથા જુઓ – ઉ. ૧ર.૧૪-૧૫, રપ. ૩૫, ૩૮. 3 जहित्ता पुनसंजोगंनाइसंगे य बंधवे ।
जो न सज्जइ भोगेसु तं वयं बूम माहणं ।।
–૩. ૨૫. ર૧.
તથા જુઓ – ઉ. ૨૫. ૧૯-૨૮, ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org