________________
૩૯૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
રાગ-દ્વેષ અને ભય આદિ દોષોથી રહિત, તપસ્વી, કૃશ, દમિતેન્દ્રિય, સદાચારી, નિર્વાભિમુખ, મન-વચન-કાયાથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી રહિત, ક્રોધાદિને વશ થઈ મિથ્યા વચન ન બોલનાર, સચિત્ત અથવા અચિત્ત વસ્તુને થોડી ને વધારે માત્રામાં દીધા સિવાય ગ્રહણ ન કરનાર, મન-વચન-કાયાથી કોઈ પ્રકારે મૈથુનનું સેવન ન કરનાર, જળમાં ઉત્પન્ન થવા છતાં જળથી ભિન્ન કમળની જેમ કામભોગો (ધનાદિનો પરિગ્રહ)માં અલિપ્ત, લોલુપતાથી રહિત, મુધાજીવી (ભિક્ષાત્રજીવી), અનગાર, અકિંચનવૃત્તિ યુક્ત, ગૃહસ્થોમાં અસક્ત, બધા પ્રકારના સંયોગો (માતા, પિતા વગેરેના સંબંધો)થી રહિત તથા બધા પ્રકારના કર્મોથી મુક્ત (જીવન્મુક્ત) છે તે બ્રાહ્મણ છે.'
આ રીતે સાચા બ્રાહ્મણનું સ્વરૂપ દર્શાવતાં જૈન સાધુના સામાન્ય સદાચારને પ્રગટ કરવામાં આવેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું તથા તેઓ જનતામાં પૂજ્ય પણા હતા પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પતિત થઈ રહ્યા હતા. તેથી સદાચાર-પરાયણ વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે. ગ્રંથમાં બ્રાહ્મણને માટે “મા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થાય-હિંસા ન કરો. બ્રાહ્મણની પાસે જે કંઈ ધન હતું તે રાજા વગેરે દ્વારા દાન-દક્ષિણામાં આપવામાં આવેલ હતું. તેથી તેના ધનને લેવું એ વમન કરેલા પદાર્થને લેવા જેવું ગણાતું. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેનો ઉચ્ચ કુળમાં સમાવેશ થતો. તેથી બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થનારા ઈષકાર દેશવાસી છે જીવોને ઉચ્ચકુલોત્પન્ન કહેવામાં આવ્યા છે. નમિરાજર્ષિ દીક્ષિત થતી વખતે વિશાળ જનસમુદાય નિરાશ્રિત થઈ રડે છે તથા ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ
૧ એજન २ वंतासी पुरिसो रायं न सो होइ पसंसिओ ।
महणेण परिच्चतं धणं आयाउमिच्छसि ।।
–૩. ૧૪. ૩૮.
તથા જુઓ - ઉ. ૯. ૩૮. 3 सकम्मसेसेण पुराकएणं कुलेसुदग्गेसु य ते पसूया ।
–૩, ૧૪. ૨.
તથા જુઓ - ઉ. ૧૪. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org