________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
ગન્ધના બે ભેદોનો તેવા ભિન્ન ભિન્ન રૂપાદિના ૨૩ ભેદો સાથે સંયોગ થતાં (૨ x ૨૩)=૪૬ ભેદ ગંધ સંબંધી થાય. સ્પર્શના આઠ ભેદોનો તેમાંથી ભિન્ન આદિના ૧૭ ભેદો સાથે સંયોગ થતાં (૮ x ૧૭)=૧૩૬ ભેદ સ્પર્શ-સંબંધી થાય.૧ સંસ્થાનના પાંચ ભેદોનો તેનાથી ભિન્ન રૂપાદિના ૨૦ ભેદો સાથે સંયોગ થતાં (૫ X ૨૦)=૧૦૦ ભેદ સંસ્થાન સંબંધી થાય. અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્વજાતીયનો સ્વજાતીય સાથે સંયોગ થાય નહિ. કારણ કે જે કુષ્ણવવાળો હોય તે ચેતવર્ણ ન થાય. ગ્રન્થમાં રૂપાદિના જે ૪૮૨ ભેદ ગણાવવામાં આવ્યા છે તે સામાન્ય રીતે ગણાવેલ છે. નહીંતર તો રૂપાદિના તરતમભાવની દૃષ્ટિએ જો ઉપર્યુક્ત પ્રકારો પાડવામાં આવે તો રૂપાદિના ભેદો અનેકની સંખ્યામાં થઈ શકે.
વાયુ આદિમાં રૂપાદિની સિદ્ધિ-રૂપાદિના અરસપરસના સંબંધને જોતાં લાગે છે કે જેમાં કોઈપણ રૂપ હોય તેમાં કોઈ ને કોઈ રસ, ગંધ, સ્પર્શ અને આકાર પણ અવશ્ય હોય. એ રીતે જેમાં કોઈ રસ કે ગન્ધ કે સ્પર્શ અથવા આકાર હોય તેમાં તેનાથી ભિન્ન બીજો ગુણ પણ કોઈ ને કોઈ માત્રામાં અવશ્ય હોય. એવું કોઈ રૂપી દ્રવ્ય નહીં હોય જેમાં રૂપ તો હોય પરંતુ રૂપ-રસ આદિ ન હોય. અથવા ગંધ તો હોય પણ રૂપ-રસ આદિ ન હોય. એમ સંભવે કે અન્ય રસાદિ ગુણોની સ્પષ્ટ પ્રતીતિ ન (પણ) થાય. માટે કોઈ પુદગલ-વિશેષમાં કોઈ ગણા વિશેષનો સર્વથા અભાવ નથી. આ રીતે આ સિદ્ધાંતથી, વૈજ્ઞાનિકો દ્વારા પરિકલ્પિત વાયુનું આ લક્ષણ કે “જે રૂપરહિત સ્પર્શવાળી વસ્તુ હોય તે
૧ પ્રજ્ઞાપના-સૂત્રની વૃત્તિમાં સ્પર્શના ૮૪ (ભેદ) ભંગ ગણાવવામાં આવ્યા
છે. તેનો એ આધાર છે કે કકર્શ સ્પર્શવાળો તેનાથી વિરુદ્ધ મૃદુસ્પર્શ સિવાય અન્ય સજાતીય સ્પર્શવાળો પણ બની શકે છે. આ રીતે અન્ય સ્પર્શવાળો પણ તેનાથી વિરુદ્ધ સ્પર્શ સિવાયના અન્ય સ્પર્શવાળો બની શકે છે તેથી સ્પર્શના (૨૩ X ૮) = ૧૮૪ ભેદ સંભવે છે.
-ઉ. આ. ટી. પૃ. ૧૬૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org