________________
૬૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વાયુ- (એ લક્ષણ) યોગ્ય નથી. કારણ કે વૈશેષિકો વાયુમાં સ્પર્શને સ્વીકારે છે પણ તેને રૂપ-રસ આદિથી રહિત માને છે. અનુભવવામાં આવે છે કે જ્યારે વાયુ કોઈ દિવાલ આદિ સાથે રોકાય છે ત્યારે તેનો કોઈ ને કોઈ નક્કર આકાર અવશ્ય હોવો જોઈએ. નહીંતર વાયુ દિવાલ વગેરેથી રોકાય નહિ. વાયુમાં જો કોઈ નક્કર આકાર હોય તો તેમાં કોઈ ને કોઈ રૂપ પણ અવશ્ય હોવું જોઈએ; ભલે તે પ્રત્યક્ષ ન દેખાતું હોય ! આ તર્કના આધારે એમ ન કહી શકાય કે ચેતન આત્મા પણ કોઈ વસ્તુ છે તેથી તેમાં પણ રૂપાદિ હોવાં જોઈએ. આત્મા કોઈ એવી નક્કર વસ્તુ નથી કે જે દિવાલ વગેરેથી રોકી શખાય. વાયુની જેમ જળ વગેરેમાં પણ રૂપાદિ પાંચેય ગુણોનો સદ્ભાવ છે. કારણ કે પૃથ્વી આદિ બધાં દ્રવ્ય જ્યારે રૂપી પુદ્ગલના વિકાર (પર્યાય) છે ત્યારે તેમાં રૂપાદિ પાંચેય ગુણા કેમ ન હોય? માટે જ્યાં રૂપાદિમાંથી કોઈપણ ગુણા પ્રગટ થાય, ત્યાં રસાદિ અન્ય ગુણ પણ કોઈ ને કોઈ અંશમાં અવશ્ય હોય. આ રીતે જલાદિમાં પાંચેય ગુણોનો સદુભાવ ન માનનારા વૈશેષિકોની માન્યતાનું ખંડન થઈ જાય
છે.
પુગલનું લક્ષણ-ગ્રન્થમાં પુદ્ગલનું લક્ષણ આપતી વખતે, શબ્દ, અંધકાર, ઉદ્યોત (પ્રકાશ) પ્રભા (કાન્તિ), છાયા, આતપ, વર્ણ, રસ, ગબ્ધ, અને સ્પર્શ-આ દસ નામો ગણાવવામાં આવ્યાં છે. એમ કહેવાનું તાત્પર્ય એ કે
१ रूपरहितस्पर्शवान्यायुः ।
–ત સંઘ૬, પૃ. ૭. વૈશેષિકદર્શન માને છે કે પૃથ્વીમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ ચાર ગુણા જોવા મળે છે પરંતુ, જળમાં ગધનો, તેજમાં ગન્ધનો અને રસનો, અને વાયુમાં રૂપ રસ અને ગન્ધનો અભાવ હોય છે. વેદાન્તદર્શન પ્રમાણો આ સર્વ બ્રહ્મનો વિકાર છે. તેનો ઉત્પત્તિક્રમ આમ છે – આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. २ सन्धयार-उज्जोओ पभा छाया तवो इ वा । वण्णरसगन्धफासा पुग्गलाणं तु लक्खणं ।।
–૩. ૨૮. ૧ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org