________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૬૯
શબ્દાદિ પણ પુદ્ગલ છે. શબ્દ અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ આ બધાં પુદ્ગલ જ છે એમ સિદ્ધ કરવા માટે જ પુદ્ગલના લક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નહીંતર તો વર્ષાદ કહેતી વખતે જ પુદ્ગલની વ્યાખ્યા થઈ જાત અને એમ તત્ત્વાર્થસૂત્રકારે કરેલ પણ છે'. અહીં એક વાત એ વિચારણીય છે કે પુદ્ગલના લક્ષણમાં વર્ણાદિના ઉલ્લેખ સાથે સંસ્થાન (આકાર)ને કેમ છોડી દેવામાં આવેલ છે ? રૂપાદિના ભેદોમાં તો સંસ્થાનને પણ ગણાવવામાં આવેલ છે. તત્ત્વાર્થસૂત્રકારે પણ પુદ્ગલના લક્ષામાં સંસ્થાનનો સમાવેશ કર્યો નથી. પણ પુદ્ગલની વિભિન્ન અવસ્થાઓ (પર્યાઓ)નો ઉલ્લેખ કરતી વખતે શબ્દાદિની સાથે સંસ્થાનનો પણ તત્ત્વાર્થ સૂત્રકારે સમાવેશ કર્યો છે . એથી પ્રતીતિ થાય છે કે પુદ્ગલના લક્ષણામાં સંસ્થાનનો સમાવેશ સમજી લેવાનો છે. કારણ કે જો કોઈ પુદ્ગલમાં રૂપાદિ ચાર ગુણોનો સદ્ભાવ (અસ્તિત્વ) હોય તો તેનો કોઈ ને કોઈ આકાર પણ અવશ્ય હોવો જોઈએ. માટે ગ્રન્થમાં પુદ્ગલના સ્વભાવ (પરિણામ)નું વર્ણન કરતી વખતે સ્પષ્ટરૂપે રૂપાદિકષાય ગુણોથી તેને યુક્ત દર્શાવવામાં આવેલ છે. શબ્દાદિમાં પુદ્ગલત્વની સિદ્ધિવૈશેષિક દર્શનમાં શબ્દને આકાશનો ગુણ માનેલ છેă. જ્યારે અહીં શબ્દને પુદ્ગલ દ્રવ્યની વિશેષ અવસ્થા (પર્યાય) માનવામાં આવેલ છે. આપણે શ્રવણેન્દ્રિયથી શબ્દનું જ્ઞાન મેળવીએ છીએ પરંતુ તેમાં રૂપ નથી, રસ નથી
१. स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।
२ शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतबन्तश्च ।
3 वण्णओ गंधओ चैव रसओ फासओ तहा । ठाणओ य विनेओ परिणामो तेसि पंचहा ||
४ शब्दगुणकमाकाशम् ।
Jain Education International
For Private & Personal Use Only
—ત. સૂ. ૫. ૨૩.
~હૈં. મૂ. ૫. ૨૪.
૧૩. ૩૬. ૧૫.
—ત સંગ્રહ, પૃ. ૬.
www.jainelibrary.org