________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
તેમજ ગન્ધ પણ નથી. આ કઠોર છે કે મૃદુ એમ અડકીને કહી શકાય એવો શબ્દનો સ્પર્શ પણ થતો નથી. પરંતુ, કર્મેન્દ્રિયથી શબ્દનો સંપર્ક થતાં તેનું જ્ઞાન જરૂર થાય છે. આપણે શબ્દને ઉત્પન્ન કરવા માટે તાલુ વગેરે દ્વારા પ્રયત્ન કરીએ છીએ અને તેને ધ્વનિ-મુદ્રિત પણ કરી શકીએ છીએ જેથી જાણી શકાય છે કે તેનો કોઈ આકાર અને સ્પર્શ પણ હોવો જોઈએ. જ્યારે તેમાં આકાર અને સ્પર્શ છે તો રૂપાદિ અન્ય ગુણ પણ અવશ્ય હોવા જોઈએ. પણ તેનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન નથી. શબ્દની જેમ ‘’અંધકાર’ પણ પ્રકાશનો અભાવ માત્ર નથી પણ રૂપાદિથી યુક્ત હોવાથી તે પણ પુદ્ગલની વિશેષ-અવસ્થા (પર્યાય) છે. જો પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર એમ હોત તો તેનું પ્રત્યક્ષ જ્ઞાન ન થાત કારણ કે અભાવનો ક્યારેય પ્રત્યક્ષાત્મક અનુભવ થતો નથી. જો કે પ્રકાશ આવતાં અંધકાર નષ્ટ થઈ જાય છે અને પ્રકાશ દૂર થતાં અંધકાર છવાઈ જાય છે ખરો પરંતુ તેથી ઊલટું પણ કહી શકાય કે અંધકાર આવતાં પ્રકાશ ચાલ્યો જાય છે અને અંધકાર ચાલ્યો જતાં પ્રકાશ આવે છે. આથી અંધકાર અભાવમાત્ર નથી પણ પ્રકાશની જેમ સત્તાત્મક પુદ્ગલ દ્રવ્ય છે. આ રીતે ‘છાયા’, ‘આતપ’, ‘પ્રભા’ અને ‘ઉદ્યોત’ વગેરેને પણ પુદ્ગલ-દ્રવ્યના પર્યાય માનવા જોઈએ. વિજ્ઞાન પણ આ હકીકતને સ્વીકારે છે`. આ રીતે શબ્દ, અન્ધકાર આદિમાં રૂપાદિ ગુણોનું અસ્તિત્વ હોવાથી એ બધાં પુદ્ગલદ્રવ્ય રૂપ જ છે. એ ઉપરાંત, પૃથ્વી, જળ, તેજ (અગ્નિ) અને વાયુ-આ ચારેય ભૌતિક દ્રવ્ય, વૈશેષિકોની માન્યતા પ્રમાણે સ્વતંત્ર નથી પણ એ બધાં પુદ્ગલનાં જ વિભિન્ન અવસ્થા-વિશેષ (પર્યાય) છે; વળી આ ઉપરાંત, રાગ-દ્વેષને કારણે માનવ દ્વારા થયેલ સારાં અને ખરાબ કર્મો પણ પુદ્ગલરૂપ જ છે. તેનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે. આ રીતે આધુનિક વિજ્ઞાનનાં મેટર અને એનર્જી પુદ્ગલરૂપ જ છે .
•
06
૧ જુઓ – મોક્ષશાસ્ત્ર (૫. ૨૩. ૨૪.) ૫. ફૂલચન્દ્ર, પૃ. ૨૨૬-૨૩૬.
-
૨. પંવાસ્તિાય (ગાથા ૮૨)માં પુદ્ગલના સમસ્ત-વિષયનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - અનુસંધાન પૃ. ૭૧ની પા. ટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org