________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
પુદ્ગલના ભેદો અને તેનું સ્વરૂપ-ગ્રંથમાં રૂપી પુદ્ગલ-દ્રવ્યના જે ચાર ભેદોનો ઉલ્લેખ કરવામાં વેલ છે તેનાં નામ આ પ્રમાણે છે :-૧. સ્કંધ (સમુદાય), ૨. દેશ (સ્કંધનો કલ્પિત ભાગ), ૩. પ્રદેશ (સ્કંધને મળેલો સમૂહાત્મક દ્રવ્યનો સહુથી નાનો અવિભાજ્ય અંશ), ૪. પરમાણુ (સ્કંધથી જુદો સહુથી નાનો અવિભાજ્ય અંશ). ઓછામાં ઓછા બે ભાગોમાં વિભક્ત કહી શકાય એવા (રૂપી દ્રવ્યના) ભાગને સ્કંધ (સમૂહ-સમુદાય) કહેવામાં આવે છે. દૃષ્ટિગોચર થતાં બધાં દ્રવ્યો સ્કન્ધરૂપ જ છે. કારણ કે તેને બે કે વધારે ભાગોમાં વિભક્ત કરી શકાય છે. રૂપી દ્રવ્યનો એ ભાગ કે જે બે ભાગોમાં વિભક્ત ન થઈ શકે એટલો સહુથી નાનો અંશ (જે સમૂહાત્મક દ્રવ્યથી છૂટો હોય છે તે) ‘પરમાણુ’ કહેવાય છે. જ્યારે પરમાણુ કોઈ સમૂહાત્મક દ્રવ્ય સાથે સંબદ્ધ થઈ જાય છે ત્યારે તેને ‘પ્રદેશ’ કહેવામાં આવે છે. અર્થાત્ સ્કંધના સહુથી નાના અંશને પ્રદેશ... સહુથી નાનો અવિભાજ્ય અંશ સ્કન્ધથી છૂટો પડી જાય ત્યારે તેને પરમાણુ કહે છે. મોટા સ્કંધનો કલ્પિત ભાગ-વિશેષ કે જે સહુથી નાનો અંશ ન હોય તેને ‘દેશ' કહેવામાં આવે છે॰. આ રીતે ‘દેશ' અને ‘પ્રદેશ’ આ બે ભેદો સ્કન્ધ રૂપ હોવાથી. પુદ્ગલ દ્રવ્યના બે જ મુખ્ય ભેદ પડે છે ઃ સ્કન્ધ અને પરમાણુ. તત્ત્વાર્થ સૂત્રકારે પુદ્ગલ-દ્રવ્યના અણુ અને સ્કંધ એવા બે જ ભેદ
અનુસંધાન પૃ. ૭૦ની પા. ટિ.
१ उवभोज्जमिंदिएहिं य इंदिय काया मणो य कम्माणि ।
जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ।।
જુઓ - ઉ. આ. ટી. પૃ. ૧૬૩૨.
પંચાસ્તિકાય (ગાથા ૭૪-૭૫)માં પણ પુદ્ગલના આ પ્રકારના ચાર ભેદ ક૨વામાં આવ્યા છે. પરંતુ તેમાં સ્કંધના અડધા ભાગને ‘દેશ’ અને ચોથા ભાગને ‘પ્રદેશ' કહેલ છે.
खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू ।
इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ।। खंधं सयलसमत्थं तस्स टु अद्धं भांति देसोत्ति । अद्धद्धं च पदेशो परमाणू चेव अविभागी ।।
૨ આવ: ારવ |
Jain Education International
૩૧
For Private & Personal Use Only
1. સૂ. ૫. ૨૫:
www.jainelibrary.org