________________
૭૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કર્યા છે. પરમાણુનું ચક્ષુથી જો કે પ્રત્યક્ષ-જ્ઞાન થતું નથી. છતાં તેમાં રૂપાદિનો અભાવ નથી. જો તેમાં રૂપાદિનો અભાવ માની લેવામાં આવશે તો તેમાં પુદ્ગલનું સામાન્ય લક્ષણ બંધબેસતું થશે નહિ અને અનેક પરમાણુઓનો સંયોગ થવા છતાં સ્કન્દમાં ક્યારેય રૂપાદિની પ્રતીતિ થશે નહિ કારણ કે સર્વથા અસતમાંથી ક્યારેય સત્ ઉત્પન્ન થાય નહિ. પરમાણુ અતિસૂક્ષ્મ હોવાને કારણે તેના રૂપાદિની પ્રતીતિ થતી નથી.
પુદ્ગલ પરમાણુ આકાશના એક પ્રદેશ (અતિસૂક્ષ્મ સ્થાન)માં અને પુદ્ગલ સ્કન્દ આકાશના ઘણા પ્રદેશ (અધિકસ્થાન)માં રહે છે. આમ સામાન્ય રીતે, યુગલ સ્કન્ધ અધિ–સ્થાન (બહુ પ્રદેશ)ને ઘેરીને રહે છે પણ કેટલાક અન્ય એવા પણ છે કે જે પોતાના ગુણ વિશેષને કારણો એક પ્રદેશમાં રહી જાય છે. આમ વ્યક્તિની અપેક્ષાએ, પરમાણુ એકદેશી હોવા છતાં પણ શક્તિની અપેક્ષાએ તેમાં પણ બહુ પ્રદેશીપણું માનવામાં આવ્યું છે. માટે પુદ્ગલ-દ્રવ્યની સ્થિતિ એક કરતાં વધારે પ્રદેશમાં હોવાને કારણે તેને “જૈન દર્શન માં “અસ્તિકાય” કહેવામાં આવે છે. અસ્તિકાયનો અર્થ થાય છે. જે ઘણા પ્રદેશમાં રહેતું હોય. ધારા-પ્રવાહની અપેક્ષાએ આ સ્કન્ધ અને પરમાણુ અનાદિકાળથી અસ્તિત્વમાં
१ एगत्तेण पुहुत्तेण खंधा य परमाणु य । लोएगदेसे लोए य भइयव्वा ते उ खेत्तओ ।।
–૩. ૩૬. ૧૧. अणवश्च महान्तश्च व्यक्तिशक्तिरूपाभ्यामिति परमाणूनामेकप्रदेशात्मकत्वेऽपि તત્સદ્ધિ:
–પંવતિય-તત્ત્વદીપા ટીશ, . ૨૩. २ जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आयासं । अत्थितम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥
વાતિય, માથા ૪. તે વેવ ગત્વિયા ........
–પંડ્યાતિભવ, પથી ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org