________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
એક જ વસ્તુ કોઈને સુગન્ધિત લાગે તો બીજા કોઈને દુર્ગન્ધિત.
૪. સ્પર્શ-હાથ વગેરેથી સ્પર્શ કરતાં થતા અનુભવને “સ્પર્શ' કહેવામાં આવે છે. તે મુખ્ય રૂપે આઠ પ્રકારનો છે. કઠોર (કર્કશ), મુલાયમ (મૃદુ), વજનદાર (ગુરુ), હળવો (લઘુ), ઠંડો (શીત), ગરમ (ઉષ્ણ), ચીકણો (સ્નિગ્ધ), અને રુક્ષ.
૫. સંસ્થાન-આકૃતિ અથવા આકાર (રચના)ને સંસ્થાન કહેવામાં આવે છે. તેનો બોધ ચક્ષુ ઇન્દ્રિય તથા સ્પર્શેન્દ્રિયથી આપણને થાય છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે: ગોળાકાર (પરિમંડલ-બંગડીની જેમ ગોળ), વૃત્તાકાર (દડાની જેમ વર્તુળાકાર), ત્રિકોણાકાર (રાસ), ચતુષ્કોણ (ચતુરસ-ચાર ખુણા વાળો) અને લંબાકાર (આયત).
રૂપાદિના આ પાંચ ભેદોમાં પરસ્પર સંબંધ પણ છે. જે દ્રવ્યમાં રૂપના પાંચ ભેદોમાંથી કોઈ એક રૂપ હશે તેમાં રસાદિના અવાજોર ભેદોમાંથી પણ પ્રત્યેકનો કોઈને કોઈ ભેદ જરૂર હશે. કોઈ પણ રૂપી દ્રવ્ય એવું નથી જેમાં કોઈ ને કોઈ રસ, સ્પર્શ, ગંધ અને આકાર ન હોય. અર્થાત્ જેમાં રૂપાદિમાંથી કોઈ ગુણ પ્રગટ રૂપે હશે તેમાં અન્ય રસાદિ બધા ગુણો પણ કોઈ ને કોઈ માત્રામાં અવશ્ય જોવા મળશે. કારણ કે જેમાં રૂપ હોય તેમાં રસાદિ ગુણ ન હોય એ વાત સંભવે નહિ. સ્થિતિ-વિશેષને લીધે થતા પ્રકારોની સંખ્યા ગ્રંથમાં ૪૮રની ગણાવવામાં આવી છે જેમ કે રૂપના પાંચ ભેદોનો રસાદિ વીસ ભેદો સાથે સંયોગ થતાં (૫ X ૨૦)=૧૦૦ ભેદ રૂપ સંબંધી થાય. પાંચ રસના ભેદોનો અન્ય રૂપાદિભેદ સાથે સંયોગ થતાં, (૫૪૨૦)=૧૦૦ ભેદ રસ-સંબંધી થાય.
१ वण्णओ जे भवे किण्हे भइए से उ गंधओ ।
रसओ फासओ चेव भइए संठाणओवि य ।। ..... .... जे आययसंठाणे भइए से उ वण्णओ । गंधओ रसओ चेव भइए, फासओवि य ।।
-૩. ૩૬. રર-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org