________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
રૂપાદિ ગુણોના ભેદ-પ્રભેદ અને તેનો પરસ્પર સંબંધ :
પુદ્ગલ દ્રવ્યમાં જોવા મળતા રૂપાદિ ગુણોના મુખ્ય પાંચ ભેદ છે. તેના એટલે કે તે પાંચ ભેદોના બીજા અવાન્તર પચ્ચીશ ભેદ નીચે મુજબ છે.
૧. રૂપ (વર્ણ)-દ્રવ્યમાં જોવા મળતો વર્ણ કે જેનો બોધ આપણી આંખો દ્વારા થાય છે તેને ‘રૂપ’ કે ‘વર્ણ’ કહેવામાં આવે છે. તેના મુખ્ય પાંચ પ્રાક૨ આ મુજબ છેઃ કાળો (કૃષ્ણ), ભૂરો (નીલ), લાલ (લોહિત), પીળો (પીત) અને સફેદ (શ્વેત). આ પ્રમુખ પાંચ રંગો ઉપરાંત જે રંગો આપણને જોવા મળે છે તે ઉપર જણાવેલ રંગોના મિશ્રણાથી થાય છે. માટે તેનું જુદું કથન કર્યા સિવાય તે રંગોમાં તેનો અંતર્ભાવ કરી લેવામાં આવેલ છે.
૨. રસ-જેનો બોધ આપાને જિલ્લા નામની ઇન્દ્રિયથી થાય છે તે સ્વાદ એટલે રસ. તેના પણ પ્રમુખ પાંચ ભેદ ગણાવવામાં આવ્યા છે : તીખો (ત્તિત્ત્ત) કડવો (કટુ), તૂરો, ખાટો અને મીઠો.
૩. ગંધ- નાસિકા ઇન્દ્રિય દ્વારા જેનો અનુભવ થાય છે તે સુગન્ધ કે દુર્ગન્ધને 'ગન્ધ' કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે-સુગન્ધ (જેના પ્રત્યે આસક્તિ વધે તે જેમકે-ચંદન વગેરેમાંથી નીકળતી ગંધ), અને દુર્ગન્ધ (જેના પ્રત્યે ધૃણા થાય જેમકે લસણા આદિમાંથી નીકળતી ગંધ). અમુક વસ્તુઓ સુગન્ધવાળી કે અમુક દુર્ગન્ધવાળી છે એવા પ્રકારનું વિભાજન સંભવતું નથી કારણ કે આ વિષયમાં અલગ-અલગ જીવની અનુભૂતિ જુદી જુદી હોય છે.
१. वण्णओ परिणया जे उ पंचहा ते पकित्तिया । किण्हा नीला य लोहिया, हालिद्दा सुक्किला तहा ।।
संठाणओ परिणया जे उ पंचहा ते पकित्तिया । परिमंडला य वट्टा य तंसा चउरंसमायया ।।
ન્યાય દર્શનમાં રૂપાદિના ભેદ-પ્રભેદ જુદી રીતે ગણાવેલ છે. જુઓ - તર્કસંગ્રહ, પ્રત્યક્ષ-પરિચ્છેદ, પૃ. ૧૧-૧૨.
Jain Education International
૬૫
For Private & Personal Use Only
—૩. ૩૬. ૧૬-૨૧.
www.jainelibrary.org