________________
૩૪૪
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
જ મૂળ દે દોષના પ્રાયશ્ચિત્તમાં સંપૂર્ણ (મૂળસહિત) દીક્ષાના સમયને છેદી નાંખવામાં આવે છે તેને મૂલ પ્રાયશ્ચિત્ત કહે છે. આના ફળ સ્વરૂપે તેને ફરીવાર દીક્ષા લેવી પડે છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં આને ઉપસ્થાપના પ્રાયશ્ચિત પણ કહે છે.
ઝ અનવસ્થાપના : દોષના પ્રાયશ્ચિતરૂપ, ગુરુએ દર્શાવેલ અનશન વગેરે તપ ન કરે ત્યાં સુધી તેની દીક્ષાના સમયને સંપૂર્ણ છેદી નાંખવામાં આવ્યો હોય એવો સાધુ ફરીથી દીક્ષા લેવા યોગ્ય બનતો નથી. અનવસ્થાપના પ્રાયશ્ચિત્તથી તે ફરીવાર દીક્ષા માટે યોગ્ય બને છે.
ગ પારાંચિક : સહુથી મોટા અપરાધ માટે કરવામાં આવતા સર્વાધિક કઠોર પ્રાયશ્ચિત્ત વિશેષને પારાચિક પ્રાયશ્ચિત્ત કહે છે.
ઉપર જણાવેલ દશ પ્રકારનાં પ્રાયશ્ચિતોમાં જો પ્રતિક્રમણ બાદ આલોચના પ્રાયશ્ચિત્તને રાખવામાં આવે તો આ પ્રાયશ્ચિત્ત ક્રમશ: ઉત્તરોત્તર ગુરુતર અપરાધ (દોષ)ની શુદ્ધિમાં નિમિત્ત બનશે. પ્રતિક્રમણ સામાન્ય દોષ માટે કરવામાં આવે છે તથા આલોચના તેથી ભારે અપરાધ માટે કરવામાં આવે છે. તેથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં ગુરુની સમીપે દોષોને કહ્યા સિવાય જ સ્વત: પશ્ચાત્તાપ રૂપ માનસિકપ્રતિક્રિયા પ્રગટ કરવામાં આવે છે જ્યારે આલોચનામાં ગુરુની સમક્ષ દોષો કહેવા પડે છે. “જતકલ્પ સૂત્ર'માં તેનું વિસ્તૃત વર્ણન મળે છે. “તત્ત્વાર્થસૂત્રમાં આ તપના નવ ભેદ ગણાવવામાં આવ્યા છે, તેમાં અનવસ્થાપન અને પારાંચિક એ બે ભેદ નથી. એ સિવાય, તેમાં “પરિહાર' (કેટલોક સમય સંઘમાંથી હકાલપટ્ટી) નામના એક અન્ય પ્રાયશ્ચિત્તને ગણાવવામાં આવેલ છે.
૨ વિનય તપ : ગુરુ પ્રત્યે નમ્રતાનો વ્યવહાર કરવો એ વિનય તપ છે. આ વિનમ્રતા પાંચ રીતે પ્રદર્શિત કરી શકાય છે. ૧ અભ્યથાન (ગુરુના આગમન સમયે ઊભા
१ आलोचनाप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्चेदपरिहारोपस्थापना : ।
ત. પૂ. ૬. રર. ૨ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org