________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૪૫
થવું), ૨. અંજલિકરણ (હાથ જોડી નમસ્કાર કરવા, ૩. આસનદાન (ઊંચું આસન આપવું), ૪. ગુરુભક્તિ (ગુરુ પ્રત્યે અનુરાગ) અને ૫. ભાવ શુશ્રુષા (ગરની અંત:કરણથી સેવા કરવી). આ જ વિનયતપના પાંચ પ્રકારો છે. ધર્મબુદ્ધિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યે કરવામાં આવેલી વિનયપ્રવૃત્તિ જ અહીં વિનય-તપ છે. ધનપ્રાપ્તિ વગેરે માટે કરવામાં આવેલ વિનય અહીં અભિપ્રેત નથી. સાધુ માટે આ તપ આવશ્યક છે. તેથી જ આવશ્યકોમાં “વંદન” નામના એક આવશ્યકને ગણવામાં આવ્યું છે. આ અંગેનો વિશેષ વિચાર અગાઉ વિનીત શિષ્યની ચર્ચા સમયે કરવામાં આવેલ છે.
૩ વૈયાવૃત્ય તપ : આહાર-પાન વગેરે દ્વારા (ગ્લાની સિવાય) ગુરુજનોની યથાશક્તિ સેવાશશ્રષા કરવી એ વૈયાવૃત્ય તપ કહેવાય છે. ગુરજનોની સેવા કરવી એ સાધુનું દરરોજનું સામાન્ય કાર્ય છે. આ અંગે “સાધુની દિનચર્યામાં કહેવાઈ ગયેલ છે. જો કે વિનય તપના ભાવ-શુશ્રુષા નામના પાંચમા ભેદમાં આ તપનો સમાવેશ થઈ જાય છે પરંતુ, અહીં તેનું સ્વતંત્ર પરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તેનું કારણ તેના ઉપર વિશેષ ભાર મૂકવા માટેનું છે. દીક્ષાગુરુ વગેરે સેવાયોગ્ય પાત્રો (વ્યક્તિઓ)ની અપેક્ષાએ આ તપના દશ ભેદો ગણાવવામાં આવ્યા
१ अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा विणओ एस वियाहिओ ।।
–૩. ૩૦. ૩ર. ૨ સેવા યોગ્ય દશ પાત્રો આ મુજબ છે : (૧) દીક્ષાગુરુ (આચાર્ય), (ર) જ્ઞાન દેિનાર અધ્યાપક (ઉપાધ્યાય), (૩) જ્ઞાનવયોવૃદ્ધ સાધુ (સ્થવિર), (૪) ઉગ્ર તપ કરનાર (તપસ્વી), (૫) રોગાદિથી પીડિત સાધુ (ગ્લાન), (૬) નવદીક્ષિત સાધુ (શૈક્ષ), (૭) સહધર્મી (સાધર્મિક), (૮) એક જ દીક્ષાગુરુનો શિષ્ય સમુદાય (કુળ), (૯) અનેક દીક્ષાગુરુઓના શિષ્યઓનો સમુદાય (ગણ) અને (૧૦) સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાનો સમુદાય (સંઘ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org