________________
૩૪૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છે. આ તપનું ફળ દર્શાવતાં ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી આશાતના રહિત (ઉશૃંખલતાથી રહિત) વિનયની પ્રાપ્તિ થાય છે, તે પછી તે ચારેય ગતિઓના કર્મબંધને રોકીને તીર્થંકર (જેના પ્રભાવથી જીવ ધર્મ પ્રવર્તન કરી સિદ્ધ બને છે) નામના ગોત્ર કર્મનો બંધ કરે છે. આ ઉપરાંત બધા પ્રકારનાં વિનયમૂલક પ્રશસ્ત-કાર્યો કરતો કરતો અન્ય જીવોને પણ વિનય ધર્મમાં પ્રવૃત્ત કરાવે છે. આમ આ તપથી વિનયતપ સમૃદ્ધ થાય છે. - ૪ સ્વાધ્યાય તપ કે જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય તપ છે. દિવસ અને રાત્રિના કુલ આઠ પ્રહરોમાંથી સાધુએ ચાર પ્રહારોમાં (એટલે કે બાર કલાક) સ્વાધ્યાય કરવો એવું વિધાન છે. આ સ્વાધ્યાય તપના પાંચ પ્રકારો છે અને તેનાથી યુક્ત અધ્યયન સ્વાધ્યાય કહેવાય છે. તે પાંચ પ્રકારો નીચે મુજબ છે :
ક વાચના : શાસ્ત્રો (સગ્રંથો)નું પઠન, પાઠન એ “વાચનાતપ” છે. વાચનાથી કર્મોની નિર્જરા થાય છે તથા શાસ્ત્રો સુરક્ષિત રહે છે. વળી, સાધક વાચનાનો અભ્યાસ કરી મહાપર્યવસાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે.
१ आयरियमाईए वेयावच्चम्मि दसविहे ।
आसेवणं जहाथामं वेयावच्चं तमाहियं ।।
–૩. ૩૦. ૩૩.
તથા જુઓ - ઉ. ૧ર. ર૪, ર૬. ૯-૧૦, ૩૩. २ वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबंधइ ।
–૩. ર૯, ૪૩.
તથા જુઓ - ઉ. ૨૯. ૪. 3 वायणा पुच्छणा चेव तहेव परियट्टणा ।
अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे ॥
–૩. ૩૦. ૩૪.
તથા જુઓ ઉ. ૨૪. ૮. ૪ ઉ. ર૯. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org