________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
ખ પૃચ્છના અથવા પ્રતિપૃચ્છના : વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે તથા સૂત્રાર્થમાં સંદેહ ઉત્પન્ન થતાં ગુરુને પ્રશ્ન પૂછવો એ ‘પૃચ્છના' છે. તેથી જીવ સૂત્ર અને અર્થ (શબ્દાર્થ)નું સ્પષ્ટ અને સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરે છે તથા સંદેહ અને મોહને ઉત્પન્ન કરનાર કર્મ (કાંક્ષા મોહનીય)ને નષ્ટ કરી દે છે?.
::
ગ પરિવર્તના : જ્ઞાનને સ્થિર બનાવવા માટે વાંચેલ વિષયને પુનઃ પુનઃ પુનરાવૃત્ત કરવો એ ‘પરિવર્તના' કહેવાય છે. તેથી જીવને એક અક્ષરની સ્મૃતિથી તદનુકૂળ અન્ય સેંકડો અક્ષરોની સ્મૃતિ (વ્યંજનલબ્ધિ) થઇ જાય છે તથા તે સ્મૃતિપટલ ઉપર સ્થિર થઈ જાય છે.
૫ અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન અને મનન કરવું એ અનુપ્રેક્ષા છે. તેનાથી જીવ આયુકર્મ ઉપરાંતનાં શેષ સાત કર્મોના ગાઢ બંધનોને શિથિલ કરી દે છે, દીર્ઘકાળની સ્થિતિવાળાં કર્મોને હ્રસ્વ કાળની સ્થિતિવાળાં કરે છે, તીવ્ર ફલદાયી શક્તિને અલ્પ ફળ-દાયી શક્તિવાળાં કરે છે, બહુ પ્રદેશીને અલ્પપ્રદેશી કરે છે. આયુકર્મનો પુન: બંધ થાય કે ન થાય પરંતુ દુ:ખ દેનારાં (અસાતા વેદનીય) કર્મોને તે વારે વારે બંધ કરતો નથી તથા અનાદિ-અનંત, દીર્ઘમાર્ગી તથા ચતુર્ગતિરૂપ સંસાર-કાંતારને (વનને) ઝડપથી પાર કરે છે.
ૐ ધર્મકથા : પ્રાપ્ત કરેલા જ્ઞાનને ધર્મોપદેશ દ્વારા વ્યક્ત કરવું (ધર્મોપદેશ આપવો) એ ધર્મકથા છે. તેનાથી જીવ કર્મોની નિર્જરા કરીને ધર્મસિદ્ધાંતની ઉન્નતિ (પ્રવચન-પ્રભાવના) કરે છેૐ. તદન્તર ભવિષ્યમાં સુખકર શુભકર્મોનો જ બંધ કરે છે.
આમ આ પાંચેય અંગો સાથે સ્વાધ્યાય તપ કરવાથી જીવ જ્ઞાનને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય કર્મને નષ્ટ કરી નાંખે છે. પછી, સર્વ પ્રકારના પદાર્થોનો
૧ ૩. ૨૯. ૨૦.
૨ ૩. ૨૯. ૨૧.
૩ ૯. ૨૯. ૨૨.
૪ ૬, ૨૯. ૨૩.
Jain Education International
૩૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org