________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
જ્ઞાતા બની મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી ગ્રંથમાં તેને સર્વ પ્રકારના પદાર્થો (ભાવો)ને પ્રકાશિત કરનાર તથા બધાં પ્રકારનાં દુઃખોમાંથી છુટકારો અપાવનાર ગણવામાં આવેલ છે.
૩૪૮
૫ ધ્યાન તપ :
ચિત્તને એકાગ્ર કરવું એ ‘ધ્યાન’ છેૐ. આલંબન વિષયની દૃષ્ટિએ તેના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં શરૂઆતનાં બે ધ્યાનોમાં અશુભાલંબન હોય છે અને છેવટનાં બેમાં શુભાલંબન હોય છે. તેથી શરૂઆતનાં બે ધ્યાન અપ્રશસ્ત અને અનુપાદેય છે તથા છેવટનાં બે ધ્યાન પ્રશસ્ત અને ઉપાદેય છે. શુભાલંબનવાળાં પ્રશસ્ત ધ્યાન જ અહીં ધ્યાનતપના રૂપે સમજવાનાં છે. ધ્યાનના એ ચાર પ્રકારો નીચે મુજબ છેઃ
કે આર્તધ્યાન : ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે સાંસારિક દુઃખો (આર્ટ)થી ઉત્પન્ન વિકળતારૂપ સતત ચિન્તનને આર્તધ્યાન કહેવામાં આવે છે.
ખ રૌદ્ર ધ્યાન ઃ હિંસાદિમાં પ્રવૃત્તિ કરાવનાર, ક્રૂર (રોદ્ર) વિચારોનું સતત ચિંતન ક૨વું એ રૌદ્રધ્યાન કહેવાય છે.
ગ ધર્મધ્યાન ઃ કોઈ એક ધાર્મિક વિષય ઉપર ચિત્તને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન કહેવાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં વિષયની દૃષ્ટિએ તેના ચાર ભેદ ગણાવવામાં
१. सज्झाएणं नाणावरणिज्जं कम्म खवेइ ||
सज्झाए वा निउत्तेण सव्वदुक्खविमोलक्खणे ।
તથા જુઓ - ૩. ૨૬. ૨૧, ૨૯. ૨૪. २ जीवस्स एगस्स - जोगाभिणिवेसो झाणं ।
3 अट्ठरुद्दाणि वज्जित्ता झाएज्जा सुसमाहिए । धम्मसुक्का झाणाई झाणं तं जु बुहा वए ||
તથા જુઓ - ઉ. ૩૧. ૬, ૨૯. ૧૨, ૩૪. ૩૧.
Jain Education International
૧૩. ૨૯. ૧૮.
—ડવૃત, ભ્રમળસૂત્ર, પૃ. ૧૩૬.
For Private & Personal Use Only
૧૩. ૨૬. ૧૦.
૧૩. ૩૦, ૩૫.
www.jainelibrary.org