________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૪૯
આવ્યા છે. એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરવો એ પણ ધર્મધ્યાન છે. તેથી ગ્રંથમાં સ્વાધ્યાયથી સંયુક્ત ગર્દભાલિ મુનિને ધર્મધ્યાન કરનાર ગણવામાં આવેલ છે.
ઘ શુકલધ્યાન : શુદ્ધ આત્મ-તત્ત્વમાં ચિત્તને સ્થિર કરવું એ શુકલધ્યાન છે. શોક (શુચ)ને દુર (કલામના) કરનાર ધ્યાન શુકલધ્યાન છે. “તત્ત્વાર્થસૂત્ર'માં તેના ઉત્તરોત્તરના વિકાસક્રમને આધારે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તે ચાર ભેદ આ પ્રમાણે છે :
૧ પૃથકતવિતર્ક સવિચાર : શ્રુતજ્ઞાન (વિતર્ક)નું આલંબન લઈ ભેદપ્રધાન (પૃથકત્વ) ચિંતન કરવું એ “પૃથકત્વ વિતર્ક' કહેવાય છે. તેમાં ભેદપ્રધાન ચિંતનની અવિચ્છિન્ન ધારા રહેતી હોવા છતાં પણ વિચારોનું સંક્રમણ પરિવર્તન) થતું રહે છે. તેથી તેને પૃથકત્વ વિતર્ક સવિચાર ધ્યાન કહેવામાં આવે છે.
૨ એકત્રવિતર્ક નિર્વિચાર : શ્રુતજ્ઞાન (વિતર્ક)નું આલંબન લઈ અભેદ (એકત્વ અથવા અપૃથકત્વ) પ્રધાન ચિંતન એ “એકત્વ વિતર્ક' કહેવાય છે. તેમાં વિચારોનું સંક્રમણ થતું નથી. તેથી તેને એકત્વ વિતર્ક નિર્વિચાર ધ્યાન કહેવામાં આવે છે.
૩ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ઃ શ્વાસોચ્છવાસ જેવી અત્યંત સૂક્ષ્મ ક્રિયા ચાલુ રહેવાથી તથા અપતનશીલ (અપ્રતિપાતી) હોવાથી તેને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ ધ્યાન કહેવામાં આવે છે. તેમાં મનોયોગ, વચનયોગ અને કાયયોગનો ક્રમશ: નિરોધ થાય છે. આ ધ્યાનની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી આયુનું અન્તર્મુહૂર્ત પ્રમાણ બાકી રહે ત્યારે થાય છે. આ ધ્યાનમાં શ્વાસોચ્છવાસને છોડીને પૂર્ણ નિષ્ઠાવસ્થા રહે છે.
૪ સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ: શ્વાસોચ્છવાસ ક્રિયા પણ શાંત થતાં, જે પૂર્ણ १ आज्ञाडपाविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ।
–1. સૂ. ૯. ર૭. २ सज्झायज्झाणसंजुत्तो धम्मज्झाणं झियायइ ।
–૩. ૧૮. ૪. 3 शुचं शोकं क्लामयतीति शुक्लं ।
–૩ (૩૦. ૩૫.) ભાવનયટી ४ पृथक्त्वैकत्व-वितर्क सूक्ष्मक्रियाप्रतिपाति-व्युपरतक्रियानिवर्तीनि ।
–તું. પૂ. ૯. ૩૯. ૫ ઉ. ર૯, ૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org