________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
નિશ્ચલ અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ ધ્યાન કહેવામાં આવે છે. અસ્વસ્થાની પ્રાપ્તિ પછી પુનઃ સંસારમાં આવાગમન થતું નથી. આ અવસ્થાની સ્થિતિ ઞ, રૂ, ૩, ક્રૂ અને ? એ પાંચ હ્રસ્વાક્ષરોના ઉચ્ચારણ પ્રમાણની માનવામાં આવેલ છે. તેના પછી અશિષ્ટ બધાં અઘાતી કર્મોને નષ્ટ કરી જીવ મુક્ત થઈ જાય છે`. આ ધ્યાનની સર્વોચ્ચ અને અંતિમ અવસ્થા
૩૫૦
છે.
આ ચાર પ્રકારનાં શુકલધ્યાનોમાં પ્રથમ બે ધ્યાન આલંબન સહિત હોવાથી શ્રુતજ્ઞાનધારી (પૂર્વધર)ને થાય છે તથા બાકીનાં બે ધ્યાન આલંબનરહિત હોવાથી કેવળજ્ઞાની જીવન્મુક્તને થાય છે.
આમ આ પ્રમુખ ચાર પ્રકારનાં ધ્યાનોમાં આર્ત અને રૌદ્ર ધ્યાન મુક્તિમાં સાધક ન હોવાથી ત્હડાજ્ય છે તથા ધર્મ અને શુકલધ્યાન ઉપાદેય છે. ધર્મધ્યાનનું પ્રયોજન શુકલધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટેનું છે. ગ્રંથમાં સાધુની દિવસની અને રાત્રિની ચર્યાના આઠ પ્રહરોમાંથી બે પ્રહ૨ ધર્મ અને શુકલ આ બે ધ્યાનોને દૃષ્ટિમાં રાખીને નિશ્ચિત કરવામાં આવેલ છે. એકાગ્રમન: સન્નિવેશ (મનને એકાગ્ર કરવું), મન:સમાધારણ, મનોગુપ્તિ વગેરે બધાં આ ધ્યાનની પ્રાપ્તિમાં કારણ છે.
૬ કાયોત્સર્ગ અથવા વ્યુત્સર્ગ તપ :
શયન કરતી વખતે, બેસતી વખતે તથા ઊભા રહેતી વખતે શરીરને આમતેમ ન હલાવવું અને સ્થિર રાખવું એ કાયોત્સર્ગ તપ છેૐ. સાધુ સામાન્ય રીતે વ્યુત્કૃષ્ટકાય (શરીરના મમત્વથી રહિત) થઇને જ વિહાર કરે છેř. છ આવશ્યકોમાં કાયોત્સર્ગ એક આવશ્યક (નિત્યકર્મ) પણ છે. પ્રાયશ્ચિત તપના ભેદોમાં પણ તેને ગણાવવામાં આવેલ છે. અહીં તેનું પૃથક્ કથન ખાસ ભાર મૂકવા માટે
૧ ૬. ૨૯. ૭૧, ૪૧
૨ જુઓ - પ્રકરણ ૪, મનોગુપ્તિ.
3 सयणासणठाणे वा जे उ भिक्खू न वावरे ।
कायस्स विउस्सग्गो छठ्ठो सो परिकित्तिओ ||
૪ ૩. ૩૫. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૩૦, ૩૬.
www.jainelibrary.org