________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
કરવામાં આવ્યું છે.
આ રીતે, આ બધાં આભ્યન્તર તપના ભેદોમાં એવું કોઇ તપ નથી જેને સાધુ કોઈ ને કોઈ રીતે દરરોજ ન કરતો હોય. આ આભ્યન્તર તપોની ક્રમ રૂપતાનો જો વિચાર કરવામાં આવે તો વિનય તપની પહેલાં વૈયાવૃત્ય તપ તથા ધ્યાનની પહેલાં વ્યુત્સર્ગ તપ આવવાં જોઇએ. વૈયાવૃત્ય તપથી વિનયની પ્રાપ્તિ થાય છે તથા વિનય તપમાં વૈયાવૃત્યતપનો સમાવેશ થઇ જ જાય છે. એ રીતે ધ્યાન તપમાં કાયોત્સર્ગ થઇ જ જાય છે. કારણ કે કાયોત્સર્ગ વિના ધ્યાન સંભવતું જ નથી. આ સિવાય કાયોત્સર્ગ નિષેધાત્મક છે જ્યારે ધ્યાન વિધાનાત્મક છે. વિનય, વૈયાવૃત્ય, અને સ્વાધ્યાય વિશેષ કરીને જ્ઞાનની પ્રાપ્તિ સાથે સંબંધ રાખે છે. પ્રાયશ્ચિત આચારગત દોષોની શુદ્ધિ સાથે તથા કાયોત્સર્ગ અને ધ્યાન તપ, મન, વચન અને કાયની પ્રવૃત્તિની સ્થિરતા સાથે સંબંધ રાખે છે.
આમ આ બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારનાં તપોનું વર્ણન કરવામાં આવ્યું. યોગ દર્શન તથા બૌદ્ધદર્શનમાં પણ આ તપો (વિશેષ કરીને ધ્યાન)નું સમાધિના રૂપમાં વર્ણન મળે છે`. પ્રકૃત ગ્રન્થમાં તપનું મુખ્ય પ્રયોજન (ફળ) પૂર્વસંચિત સેંકડો ભવોમાં ભોગવવાના કર્મોથી આત્માને પૃથક્ (નિર્જીર્ણ) કરવાનો છે. એ ઉપરાંત, તપ સાધુ જીવનની એક સંપત્તિ છેરું. તપથી ૠદ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે અને વળી તપસ્વીની સેવા ક૨વામાં દેવતા પણ પોતાનું
૧ વિશેષ માટે જુઓ - વિશુદ્ધિ, પરિચ્છેદ્ર ૩, ૪, ૧૧. પાતંજલ યોગદર્શન
તથા આ પ્રકરણનું અનુશીલન.
२ विरत्तकामाणं तवोघणाणं ।
3 इड्ढी वावि तवस्सिणो ।
તથા જુઓ - ૩. ૧૨. ૩૭.
Jain Education International
૩૫૧
For Private & Personal Use Only
-૩. ૧૩. ૧૭.
૧૩. ૨. ૪૪.
www.jainelibrary.org