________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૪૩
ઘાતી કર્મ-પર્યાયોને નષ્ટ કરે છે.
ખ પ્રતિક્રમણ : પ્રમાદથી જે દોષ થયો હોય તે મિથ્યાભાવ” (મિચ્છામિ ૩૬) એ પ્રકારની માનસિક પ્રતિક્રિયા પ્રગટ કરવી એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત તપ છે. સાધુ આ પ્રાયશ્ચિત્તને દરરોજ કરે છે તેથી તેને છ આવશ્યકોમાં ગણાવવામાં આવેલ છે.
ગ તદુભય : આલોચના અને પ્રતિક્રમણ આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તો કરવાથી જે દોષની શુદ્ધિ થાય તેને “તદુભયાહ’ દોષ કહેવામાં આવે છે તથા આ દોષની શુદ્ધિ કરવી એ તદુભય પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
ઘ વિવેક ઃ જો અજ્ઞાનથી સદોષ આહારાદિ લેવામાં આવ્યા હોય તો પછી જ્ઞાન થતાં તેનો ત્યાગ કરવો એ વિવેકપ્રાયશ્ચિત્ત છે.
કે વ્યુત્સર્ગ ઃ શરીરના બધા પ્રકારના હલનચલનરૂપ વ્યાપારોને ત્યાગીને એકાગ્રતાપૂર્વક સ્થિર થવું અર્થાતુ “કાયોત્સર્ગ' કરવો એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. આ કાયોત્સર્ગ રૂ૫ વ્યુત્સર્ગ છ આવશ્યકોમાં પણ ગાવાયેલ છે તથા આત્યંતર તપના છ ભેદોમાં એક સ્વતંત્ર તપ પણ છે.
ચ તપ ઃ જે દોષની શુદ્ધિ અનશન વગેરે તપ કરવાથી થાય તેને “તપાઈ' દોષ કહેવામાં આવે છે; તથા તેની શુદ્ધિ માટે અનશન વગેરેનું તપ કરવું એ તપપ્રાયશ્ચિત છે.
છ ભેદ : સાધુની દીક્ષાના સમયને ઘટાડી (છેદ) દેવો એ છેદ પ્રાયશ્ચિત છે. છેદ પ્રાયશ્ચિત પહેલાં તેને નમસ્કાર આદિ કરનારા અને જેની દીક્ષાની અવધિ તેના કરતાં વધારે હોય છે તેવા સાધુઓને પણ, જેની દીક્ષાનો સમય ઘટાડી દેવામાં આવ્યો હોય તેણે નમસ્કાર વગેરે કરવા પડે છે.
૧ ઉ. ર૯. ૭. ૨ માની લ્યો કે કોઈ સાધુને દીક્ષા લીધે ચાર વર્ષ પૂરાં થઈ ગયા છે. કોઈ
અપરાધને કારણે એક દિવસ ગર તેની દીક્ષાના સમયને એક વર્ષ ઘટાડી (દ) નાખે છે. આના પરિણામે હવે તેણે જેની દીક્ષાનો સમય ત્રણ વર્ષ કરતાં વધારે હોય છે તે બધાની (સાધુઓની) વૈયાવૃત્ય વગેરે કરવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org