________________
૩૪૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આવ્યંતર તપ : અંતઃશુદ્ધિ સાથે વિશેષ સંબંધ રાખવાને કારણે પ્રાયશ્ચિત વગેરે તપ આવ્યેતર ગણાય છે. તેનું તાત્પર્ય એ નથી કે તેનો બાહ્ય શારીરિક ક્રિયા સાથે કોઈ સંબંધ નથી પણ બાહ્ય અને આત્યંતર રૂપ તપોનું વિભાજન પ્રધાનતા અને અપ્રધાનતાની દૃષ્ટિએ કરવામાં આવેલ છે. આત્યંતર છ તપોનાં સ્વરૂપાદિ આ મુજબ છે:
૧ પ્રાયશ્ચિત્ત તપ : આચારમાં દોષ લાગતાં તે દોષની શુદ્ધિ માટે કરવામાં આવેલ દંડ રૂ૫ પશ્ચાતાપ એ પ્રાયશ્ચિત તપ છે. આ તપના ગ્રન્થમાં દશ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં તેના નામો ગણાવાયાં નથી. ટીકાઓમાં તેનાં નામાદિ આ પ્રકારે ગણાવેલ છે: - ક આલોચના : ગુરની સમક્ષ દોષને સ્પષ્ટ રીતે કહી દેવા માત્રથી જે દોષની શુદ્ધિ થઇ જાય છે તેને “આલોચના' દોષ કહેવામાં આવે છે તથા તે દોષને છુપાવ્યા વિના ગુરુની સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કથન કરવું એ આલોચના પ્રાયશ્ચિત છે. આલોચનાથી જીવ અનન્ત-સંસારને વધારનાર તથા મુક્તિમાં વિનરૂપ માયા, નિદાન (પુણ્યકર્મની ફલાભિલાષા) અને મિથ્યાદર્શનરૂપ શલ્યોને દૂર કરી સરળતાને પ્રાપ્ત કરે છે, પછી સ્ત્રી વેદ અને નપુંસક વેદ (મોહનીય નોકષાયકર્મ)નો બન્ધ ન કરી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ગર્તા (આત્મગહ) પણ આલોચના રૂપ જ છે. તેનાથી જીવ આત્મનમ્રતા (અપુરસ્કારો પ્રાપ્ત કરે છે. પછી અપ્રશાસ્ત-યોગ (મન, વચન અને કાયની અશુભ-પ્રવૃત્તિ)થી વિરક્ત થઈ પ્રશસ્ત-યોગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પ્રશસ્ત-યોગવાળો સાધુ અનન્ત
१. आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं ।
जं भिक्खू वहई सम्मं पायच्छित्तं समाहियं ।।
–૩. ૩૦. ૩૧.
૨ ઉ. ૨૯. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org